ધરતીકંપ/ વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો , 3.2 ની તીવ્રતા નોંધાઈ

માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી સહિત વલસાડ શહેરના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.

Top Stories Gujarat

વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. બપોરના આવેલા ભૂકંપના આંચકના પગલે ધરતી ધણધણી ઉઠી હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભયના પગલે લોકો ઘરોમાંથી બહાર નીકળ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સિસ્મોગ્રાફી વિભાગે આપેલી માહિતી પ્રમાણે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

આ પણ વાંચો:PIA airline / પાકિસ્તાની મુસાફરો આઝાદી બાદ પ્રથમ વખત ફ્લાઇટ દ્વારા ભારત આવશે

માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી સહિત વલસાડ શહેરના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભાવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે સિસ્મોગ્રાફી યંત્ર ઉપર 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આ પણ  વાંચો:વિદેશ મોહ / અમેરિકા જતા ગુજરાતના બે પરિવાર તુર્કીથી લાપતા! અપહરણની આશંકા,જાણો વિગત

મહત્વનુ  છે કે   26 મી જાન્યુઆરી 2001 માં સમગ્ર રાજયમાં  ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જેની મોટી અસર કચ્છ જિલ્લામાં  થઈ હતી. જેમાં  મોટાભાગના લોકોના ઘર ભાંગી પડયા હતા. તેમજ ઘણું નુકશાન પણ થયું  હતું.