Gujarat News/ ગુજરાતમાં ભારે વરસાદને લઈ પોલીસ હાઈ એલર્ટ: NDRF-SDRF સાથે સંકલન, નાગરિકો અને પશુધન માટે ખાસ ઇવેક્યુએશન પ્લાન તૈયાર

Heavy Rain Alert: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર છે. NDRF-SDRF સાથે સંકલન, નાગરિકો અને પશુધન માટે ઇવેક્યુએશન પ્લાન, 24×7 કંટ્રોલ રૂમ અને બચાવ કામગીરી માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે.

Gujarat Top Stories
Heavy Rain Alert: બચાવ કામગીરીની સંપૂર્ણ તૈયારી

Gujarat News: રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain Alert) આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ (Gujarat Police Alert) મોડ પર આવી ગયું છે. નાગરિકોના જાનમાલની સુરક્ષા અને અસરકારક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યભરમાં વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય વિડિયો કોન્ફરન્સમાં તમામ શહેર, જિલ્લા અને રેન્જ પોલીસ વડાઓને સતર્ક રહી ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

Heavy Rain Alert: NDRF-SDRF સાથે મળીને બચાવ કામગીરીની તૈયારી

Heavy Rain Alert: બચાવ કામગીરીની સંપૂર્ણ તૈયારી

આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે NDRF અને SDRFની ટીમો સાથે નજીકથી સંકલન સાધવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ દળને પણ બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યું છે. બોટ, બચાવ સાધનો અને અન્ય યાંત્રિક ઉપકરણોને સંપૂર્ણ રીતે કાર્યરત સ્થિતિમાં રાખવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

નાગરિકો અને પશુધન માટે સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન

નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકો ઉપરાંત પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ખાસ સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન ( Evacuation Plan) તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ વીજ કંપનીઓ સાથે મળીને સ્થળાંતરની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.

હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ આયોજન

Heavy Rain Alert: બચાવ કામગીરીની સંપૂર્ણ તૈયારી

ભારે વરસાદ દરમિયાન વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે તે માટે રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વધારાના ટ્રાફિક પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રસ્તા પર બંધ પડેલા વાહનોને ઝડપથી ખસેડવા માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ જરૂરીયાત મુજબ વૈકલ્પિક માર્ગો પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

જનજાગૃતિ અને સુરક્ષા પર વિશેષ ભાર

પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્ક મારફતે સતત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાગરિકોને જર્જરિત મકાનો, વીજળીના થાંભલા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.

રાહત કેન્દ્રોમાં તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ

સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે બનાવાયેલા રાહત કેન્દ્રોમાં ભોજન, શુદ્ધ પીવાનું પાણી, વીજળી અને આરોગ્ય સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત આશ્રયસ્થાનોની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

24 કલાક કંટ્રોલ રૂમ અને આધુનિક સંચાર વ્યવસ્થા

સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે રાજ્યભરના જિલ્લા કંટ્રોલ રૂમને 24×7 સક્રિય રાખવામાં આવ્યા છે, જે ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. કોઈપણ સંજોગોમાં સંદેશાવ્યવહાર જળવાઈ રહે તે માટે VHF, HF અને ROIP જેવી આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ, હોમગાર્ડ અને ફાયર સર્વિસને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ઉપરાંત હોમગાર્ડ, GRD, TRB અને ફાયર સર્વિસના જવાનોને પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા છે. આગામી 24થી 48 કલાક દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સતત સતર્ક રહી માનવજીવન અને પશુધનની સુરક્ષા માટે ઝડપી તથા નિવારક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો છે.


આ પણ વાંચો: અમદાવાદમાં રેડ એલર્ટ: બે દિવસ AMCના તમામ અધિકારીઓની રજા રદ, વર્ક ફ્રોમ હોમની અપીલ; સ્કૂલ-કોલેજો પણ બંધ

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવની ચેતવણી! 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી હાઈ એલર્ટ, સરકાર એલર્ટ મોડમાં

આ પણ વાંચો: ગુજરાતમાં રેડ એલર્ટનો પ્રભાવ: 31 જુલાઈએ અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ, જાણો સંપૂર્ણ યાદી