Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad News/ ₹50 હજારમાં બેંક એકાઉન્ટ ભાડે આપ્યું, 6 મહિનામાં ₹1.50 કરોડના ટ્રાન્ઝેક્શન; પાલડીના યુવકની ધરપકડ

Bank Account Rental Scam: અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા યુવકે ₹50 હજારમાં પોતાનું બેંક એકાઉન્ટ, ATM અને SIM કાર્ડ ભાડે આપ્યાનો આરોપ. પોલીસે તપાસમાં ખાતામાં ₹1.50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કર્યો.

July 30, 2026Maya Sindhav
Gujarat Top Stories Ahmedabad Breaking News
Bank Account Rental Scam:સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર યુવક ઝડપાયો

Ahmedabad News: ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ વિરોધી અભિયાન દરમિયાન આનંદનગર પોલીસે બેંક એકાઉન્ટ ભાડે (Bank Account Rental Scam) આપવાના કથિત રેકેટનો પર્દાફાશ કરતાં પાલડીના એક યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીના બેંક ખાતામાં ટૂંકા ગાળામાં ₹1.50 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

સાયબર ફ્રોડની તપાસ દરમિયાન મળ્યો મહત્વનો સૂત્ર

આનંદનગર પોલીસ સ્ટેશનના PI આર.એસ. પરમારના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓમાં ઉપયોગ થતા બેંક એકાઉન્ટ અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ બેંક ખાતાની માહિતી મળી હતી, જેમાં સાયબર છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર થયા હોવાની શંકા હતી. તેના આધારે પોલીસે પાલડીના વિકાસ ગૃહ રોડ વિસ્તારમાં રહેતા પ્રશમ મુનીરભાઈ શાહની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી.

Bank Account Rental Scam: ₹50 હજારમાં બેંક એકાઉન્ટ ભાડે આપ્યાની કબૂલાત

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ₹50 હજારના બદલામાં વાસણા વિસ્તારમાં રહેતા ‘બિટ્ટુ’ નામના વ્યક્તિને આપ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ બેંક એકાઉન્ટ સાથે ATM કાર્ડ, ચેક કિટ, મોબાઇલ ફોન અને પોતાના નામે ચાલુ SIM કાર્ડ પણ સોંપી દીધા હતા.પોલીસના જણાવ્યા મુજબ, ત્યારબાદ આરોપીના નામે વધુ બે SIM કાર્ડ પણ મેળવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ કથિત રીતે સાયબર છેતરપિંડીમાં થતો હતો.

ખાતામાં ₹1.50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન

પોલીસે બેંક રેકોર્ડની તપાસ કરતાં આરોપીના ખાતામાં છેલ્લા અંદાજે છ મહિનામાં ₹1.50 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.હાલ આ તમામ નાણાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્ય સૂત્રધારની શોધખોળ

આનંદનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ ‘બિટ્ટુ’ સહિત આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોને શોધવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

સાયબર ગેંગ સામે પોલીસની ખાસ ઝુંબેશ

પોલીસના પ્રાથમિક તારણ મુજબ, શહેરમાં કેટલાક લોકો જરૂરિયાતમંદોને નાણાકીય મદદ અથવા કમાણીની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ અને SIM કાર્ડ ભાડે (Bank Account Rental Scam) મેળવી સાયબર ગુનાઓમાં તેનો ઉપયોગ કરતા હોવાની શંકા છે. પોલીસ આવા નેટવર્ક સામે વિશેષ અભિયાન ચલાવી રહી છે અને લોકોને પોતાનું બેંક એકાઉન્ટ, ATM કાર્ડ અથવા SIM કાર્ડ કોઈને પણ ભાડે (Bank Account Rental Scam) કે ઉપયોગ માટે ન આપવાની અપીલ કરી છે.


આ પણ વાંચો:દેશભરમાં ધૂમ મચાવતી સાયબર ગેંગ ઝડપાઈ: જૂનાગઢમાંથી 50 કરોડ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ, 200 બેંક એકાઉન્ટ ભાડે લઈને કર્યુ કૌભાંડ

આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં સાયબર ફ્રોડનો વધતો કહેર,  મ્યુલ બેંક એકાઉન્ટ્સ ભાડે આપનારાઓ સામે પોલીસની લાલ આંખ 

આ પણ વાંચો:અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ, બાપુનગર પોલીસે એક આરોપીને કરી ધરપકડ

Post navigation

6 વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે ફરી ખુલશે શિપકી લા ટ્રેડ રૂટ,જાણો ક્યારથી શરૂ થશે માલની આપ-લે
ગુજરાતમાં ભારે વરસાદને લઈ પોલીસ હાઈ એલર્ટ: NDRF-SDRF સાથે સંકલન, નાગરિકો અને પશુધન માટે ખાસ ઇવેક્યુએશન પ્લાન તૈયાર

More Posts

Thakor Samaj

North Gujarat News/ ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાયના બંધારણનો સરહદના પેલેપાર પણ સ્વીકાર

February 4, 2026February 4, 2026Panara Mansi

Not Set/ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૮માં જન્મદિવસ નિમિત્તે આવી રીતે ચાલી રહી છે તડામાર તૈયારીઓ

September 17, 2018September 17, 2018foram patel

Gujarat/ ગાંધીનગર સીએમ રૂપાણીનું નિવેદન, સરકારી અને પ્રાઇવેટ ઓફિસોમાં હવે ૫૦ ટકા હાજરી, હવેથી લગ્નમાં 50 લોકો જ હાજરી આપી શકશે,એપ્રિલ અને મે મા તમામ ધાર્મિક તહેવારો જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ

April 12, 2021parth amin

નિર્ણય/ RMCની 35 LED પર કોમર્શિયલ જાહેરાત શરૂ કરવા ટેન્ડર પ્રક્રિયા પ્રારંભ માટે કમિશનરનો આદેશ

July 13, 2021Bhavini vasani

Manipur Violence/ મણિપુરમાં શનિવારે સુરક્ષા દળોએ શરૂ કર્યું મોટું ઓપરેશન, 12 કુખ્યાત આતંકવાદીઓ ઝડપાયા, પરંતુ મહિલાઓએ તમામને છોડાવ્યા

June 25, 2023Maya Sindhav

Ahmedabad/ અમદાવાદમાં આજથી આધારકાર્ડ સેન્ટર શરૂ થશે, અમદાવાદના તમામ 21 સેન્ટર થશે શરુ, અરજદારે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, કચેરીમાં 100 ટકા હાજરીના પગલે કોર્પો.નો નિર્ણય, કોરોના સંક્રમણ પગલે સેન્ટર હતા બંધ

June 8, 2021parth amin

વલસાડ/ DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

November 6, 2023November 6, 2023Maya Sindhav

Mahisagar News/ મહિસાગરમાં 9 લાખના દારૂ સાથે 21.11 લાખનો મુદ્દામાલ કબજે

April 25, 2025Nikunj Patel

Gujarat Election/ ભાજપ બહુમતી સાથે સરકાર બનાવશે : રક્ષા મંત્રી રાજનાથ સિંહ

November 30, 2022mustak malik
વલસાડ

ગુજરાત/ વલસાડમાં વરસાદે લીધો વિરામ : મેઘતાંડવથી થયો વિકાસનો વિનાશ

July 13, 2022July 13, 2022Keyuri Atri
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy