Mehsana news/ મહેસાણા જિલ્લામાં સાયબર ફ્રોડનો વધતો કહેર,  મ્યુલ બેંક એકાઉન્ટ્સ ભાડે આપનારાઓ સામે પોલીસની લાલ આંખ 

તાજેતરમાં મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બેંક એકાઉન્ટ્સને ભાડે આપી સાયબર ઠગાઈમાં મદદ કરનારાઓ સામે એકસાથે ઘણી ફરિયાદો નોંધાઈ છે.

Top Stories Gujarat Breaking News
મહેસાણા

Mehsana News:ગુજરાતમાં સાયબર ક્રાઇમના વધતા કેસો વચ્ચે મહેસાણા જિલ્લો પણ અસરગ્રસ્ત બન્યો છે. તાજેતરમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં બેંક એકાઉન્ટ્સને ભાડે આપી સાયબર ફ્રોડમાં (cyber fraud) મદદ કરનારાઓ સામે એકસાથે ઘણી ફરિયાદો નોંધાઈ છે. આ કેસોમાં ‘મ્યુલ બેંક એકાઉન્ટ્સ’નો ઉપયોગ કરી કાળા નાણાંની હેરફેર કરવાનો ટ્રેન્ડ સામે આવ્યો છે, જેના કારણે પોલીસે આવા એજન્ટો સામે લાલ આંખ કરી છે.આ વર્ષે દેશભરમાં સાયબર ફ્રોડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ, 2024માં 22,845 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ થયા હતા, જ્યારે મ્યુલ એકાઉન્ટ્સના મામલે 24.67 લાખ એકાઉન્ટ્સ ફ્લેગ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ આવા કેસો વધી રહ્યા છે, જેમાં મહેસાણા જિલ્લામાંથી મોટા રેકેટ્સના તાર જોડાયેલા જોવા મળ્યા છે.

મહેસાણામાં બેંક એકાઉન્ટ ખોલાવી ભાડે આપી કમિશન ખાતા એજન્ટો

જેમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં 3 વ્યક્તિઓ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં 1 વ્યક્તિ સામે વિજાપુરના વસાઈ પોલીસ સ્ટેશનમાં 1 વ્યક્તિ સામે અને વિજાપુરના લાડોલ પોલીસ સ્ટેશનમાં 2 વ્યક્તિઓ સામે એમ કુલ 7 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.આ તમામ ફરિયાદોમાં આરોપ છે કે આ વ્યક્તિઓએ પોતાના બેંક એકાઉન્ટ્સ ખોલાવીને કમિશનની લાલચે સાયબર ઠગોને ભાડે આપ્યા હતા. આ એકાઉન્ટ્સનો ઉપયોગ ઓનલાઇન ઠગાઈથી મળેલા નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હતો.

મ્યુલ એકાઉન્ટ્સ એટલે શું?

મ્યુલ એકાઉન્ટ્સ (Mule accounts) એટલે એવા બેંક એકાઉન્ટ્સ કે જેને ત્રીજી વ્યક્તિ (નિર્દોષ અથવા લાલચમાં આવેલા લોકો) ખોલાવે છે અને તેને સાયબર ક્રિમિનલ્સને ભાડે આપે છે.આ એકાઉન્ટ્સ દ્વારા ઠગાઈના પૈસા ઝડપથી ટ્રાન્સફર કરી ટ્રેસ કરવું મુશ્કેલ બનાવવામાં આવે છે. ઘણી વાર આ એકાઉન્ટ્સ ગરીબ અથવા અજાણ લોકોના નામે ખોલાવવામાં આવે છે, અને તેમને નાનું કમિશન આપીને છેતરવામાં આવે છે.ગુજરાતમાં તાજેતરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ આવા અનેક રેકેટ્સનો પર્દાફાશ થયો છે. મહેસાણા જિલ્લામાંથી પણ મોટા કેસો સામે આવ્યા છે, જેમ કે ₹800 કરોડના આંતરરાષ્ટ્રીય ગેમિંગ ફ્રોડમાં સ્થાનિક યુવાનોની સંડોવણી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં ભેજાબાજોએ સાયબર ફ્રોડનો નવો કીમિયો અપનાવ્યો, 7 રાજ્યોમાં નોધાઈ ફરિયાદ

આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં ડીઝીટલ એરેસ્ટના વધુ બે મામલા નોંધાયા