કાર્યવાહી/ ગુજરાતમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ATSએ મહિલા સહિત 5ની કરી ધરપકડ

ATSએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા 4 આતંકીઓની ધરપકડ કરી છે. જેમાંથી 3 કાશ્મીરી અને એક સુરતની મહિલા સુમાયરા બાનો છે,

Top Stories Gujarat Others
ATSએ

પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ છુપાયેલા ઓપરેશન દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી છે. ATSએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાશાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલા 5 આતંકીઓની ધરપકડ કરી છે. જેમાંથી 3 કાશ્મીરી અને એક સુરતની મહિલા સુમાયરા બાનો છે, જ્યારે અન્ય સુરતના રહેવાસી ઝુબેરની શોધ ચાલી રહી છે.આ મહિલા ISKP સાથે સંપર્ક ધરાવતી હોવાની વાત સામે આવી છે. આ મહિલા પાસેથી ATSની ટીમને ચાર મોબાઇલ પણ મળ્યા છે.

ATSની ટીમને દરોડા દરમિયાન ઘણી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. પકડાયેલા ચારેય આરોપીઓ ISISમાં જોડાવા માટે ફરાર હતા. તેઓ છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમના બોસના કહેવાથી સરહદ પારથી કટ્ટરપંથી બન્યા હતા. DIG દીપન ભદ્રન અને એસપી સુનિલ જોષીના નેતૃત્વમાં પોરબંદરમાં મોડી રાતથી ઓપરેશન શરૂ થયું હતું. ATS પાસે થોડા સમય માટે ઇનપુટ્સ હતા, ત્યારથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને તમામને ટ્રેક કરવામાં આવી રહ્યા હતા.

પકડાયેલા આતંકવાદીઓ તેમના હેન્ડલર અબુ હમઝાની મદદથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP)માં સામેલ થવા માટે દરિયાઈ માર્ગે પોરબંદર થી અફઘાનિસ્ભાતાન અને ત્ગીયાંથી ઈરાન જવાના હતા. તેમની પાસેથી ISKPની સામગ્રી અને છરી વગેરે પણ મળી આવ્યા છે. આ મુસ્લિમ મહિલાને લાલગેટ વિસ્તારમાંથી એટીએસ દ્વારા સુરત પોલીસની મદદથી ઝડપી લેવામાં આવી છે અને તેને પોરબંદર લઈ જવાઈ છે. ISKP સાથે કનેક્શન ધરાવતી મહિલાનો પરિવાર ભરૂચનો છે, લગ્ન તમિલનાડુમાં કર્યા છે અને બે સંતાનની માતા પણ છે. જો કે હાલમાં મહિલા સુરત તેના પરિવારને મળવા આવી હતી. જેની જાણ ATSને થતા તેની ગત મોડીરાત્રે ધરપકડ કરી હતી. મહિલા પાસેથી ISKPના રેડિકલ પ્રકાશનો મળ્યા છે. મહિલાની અટકાયત ATS દ્વારા સુરતમાં કોઈ પણ વ્યક્તિને કે કોઈ મીડિયાને ખબર ના પડે તે રીતે મોડી રાત્રે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ATS દ્વારા આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવનાર મહિલાની અટકાયત સુરતમાં કરવામાં આવી છે. આ મહિલાનો પરિવાર મૂળ ભરૂચ જિલ્લાનો છે. એટલું જ નહીં એના પરિવારના એક સભ્ય સરકારી વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે તેવું પણ જાણવા મળ્યું છે.

ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ કાશ્મીરી છે, જેમના નામ ઉબેદ નાસિર મીર, હનાન હયાત શૉલ અને મોહમ્મદ હાજીમ શાહ છે. આ ઉપરાંત એટીએસે સુરતની રહેવાસી સુમૈરા બાનો મોહમ્મદ હનીફ મલેકની ધરપકડ કરી છે જ્યારે સુરતના ઝુબેર અહમદ મુનશીની શોધખોળ ચાલુ છે.

 સુમેરા નામની સુરતની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા સાથે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ચારેય આતંકીઓ ISISના સક્રિય ગૃપના સભ્યો છે. ATSના દરોડામાં ઘણી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી છે. ચારેય ISISમાં જોડાવવા ભાગવાની ફિરાકમાં હતા અને ચારેય આતંકીઓ 1 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. સીમા પાર બેઠેલા આકાઓ સાથે પણ તેઓનો સંપર્ક હતો. માનવામાં આવી રહ્યુ છે કે, તેઓ આતંકી આકાઓના ઈશારે કટ્ટરપંથી બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત ATSએ અમદાવાદમાંથી 4 બાંગ્લાદેશી યુવકોની ધરપકડ કરી લીધી હતી. તેઓ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહેતા હતા અને આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે કામ કરી રહ્યા હતા. આ તમામ બોગસ આઇડીની મદદથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અમદાવાદમાં રહેતા હતા. જ્યાં તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે યુવાનોની ભરતી કરવી, તેમના બ્રેનવૉશ કરવાં તેમજ ભંડોળ એકઠું કરીને બાંગ્લાદેશ મોકલવું જેવી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેમને હથિયારની તાલીમ પણ અપાઈ હતી. અમદાવાદમાં આગામી 20 જૂને રથયાત્રા યોજાનાર છે, જેને લઈને એજન્સીઓ અને પોલીસ વધુ સતર્ક બન્યાં છે.

આ પણ વાંચો:અમદાવાદમાં કારચાલકો બેફામઃ વસ્ત્રાલ રિંગરોડ પર માતા-પુત્રી કચડાયા

આ પણ વાંચો:વિદ્યુત સહાયક કૌંભાડમાં જૂનાગઢનો નારણ મારૂ ઝડપાયો,વાંચો કેવી રીતે સંબંધીઓને પરીક્ષા પાસ કરાવતો

આ પણ વાંચો:આ બ્રિજ પરથી પસાર થાવ તો ટુ વ્હીલર લઈને જ નીકળજો

આ પણ વાંચો:નવી શિક્ષણ નીતિના કારણે ધોરણ 1માં વિદ્યાર્થીઓના એડમિશનની સંખ્યા ઘટી

આ પણ વાંચો:સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર