સુરત/ નવી શિક્ષણ નીતિના કારણે ધોરણ 1માં વિદ્યાર્થીઓના એડમિશનની સંખ્યા ઘટી

સુરત જિલ્લામાં સૌપ્રથમ વખત 937 જેટલી પ્રાથમિક શાળામાં આંગણવાડી બાદ બાલવાટિકાના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં ધોરણ એક અને બાલવાટિકામાં કુલ 11,277 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

Top Stories Gujarat Surat
Untitled 40 1 નવી શિક્ષણ નીતિના કારણે ધોરણ 1માં વિદ્યાર્થીઓના એડમિશનની સંખ્યા ઘટી

@અમિત રૂપાપરા 

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24થી શિક્ષણ વિભાગમાં નવી શૈક્ષણિક નીતિ લાગુ કરવામાં આવી છે.  આ નવી શૈક્ષણિક નીતિ અનુસાર ધોરણ 1માં 6 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જો બાળકની ઉંમર 6 વર્ષ પૂરી નહીં હોય તો આ બાળકને બાલવાટિકામાં અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્ય સરકારની શૈક્ષણિક વર્ષ 2023-24થી જે નવી શૈક્ષણિક નીતિ લાગુ કરવામાં આવી છે. તેના જ કારણે આ વર્ષે ધોરણ એકમાં વિદ્યાર્થીઓના એડમિશનની સંખ્યા ઘટી છે અને બાલવાટિકામાં વિદ્યાર્થીઓના એડમિશનની સંખ્યામાં વધારો થયો છે. આના જ કારણે હવે ધોરણ 1ની બેચના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 12 સુધી ઓછી રહે તેવી શક્યતા છે.

મહત્વની વાત કહી શકાય કે સુરત જિલ્લામાં સૌપ્રથમ વખત 937 જેટલી પ્રાથમિક શાળામાં આંગણવાડી બાદ બાલવાટિકાના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં ધોરણ એક અને બાલવાટિકામાં કુલ 11,277 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આજે ધોરણ 1માં 1373 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે અને બાલવાટિકામાં 9904 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. નવી શૈક્ષણિક રીતે અમલમાં આવી હોવાના કારણે જે બાળકના 6 વર્ષ પૂરા થયા હોય તેને જ ધોરણ 1માં પ્રવેશ મળશે અને તેના જ કારણે પહેલા ધોરણમાં બાળકોના પ્રવેશની સંખ્યા ઘટી છે.

જો કે બારડોલી તાલુકાની 89 શાળા એવી છે કે જેમાં ધોરણ 1માં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી અને તેની સામે બાલવાટિકામાં 1240 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. ધોરણ 1માં 104 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. અગાઉ 5 વર્ષના બાળકને ધોરણ 1માં પ્રવેશ મળતો હતો પરંતુ હવે 6 વર્ષના બાળકને ધોરણ 1માં પ્રવેશ મળશે તો 5 વર્ષના બાળકને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે અને આ બાળકને પ્રાથમિક શાળાના શિક્ષકો જ અભ્યાસ કરાવશે.

અગાઉ જ્યારે બાળક નર્સરીમાં જતો હતો ત્યારે તેઓને પ્રાથમિક શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવતો ન હતો કારણ કે, શિક્ષકો અલગ હોય છે અને પ્રાથમિક શાળાના શિક્ષકો પણ અલગ હોય છે અને બંનેના શિક્ષણની પદ્ધતિઓ પણ અલગ હોય છે. ત્યારે હવે પ્રાથમિક શાળાના શિક્ષકો જ વિદ્યાર્થીઓને બાળવાટિકામાં અભ્યાસ કરાવશે. બાળવાટિકા શરૂ થવાના કારણે શિક્ષકોને પણ થોડો ફાયદો થશે. કારણ કે અગાઉ ધોરણ 1માં વિદ્યાર્થીઓને વધારે સમજાવવું પડતું હતું પરંતુ હવે વિદ્યાર્થી બાળવાટિકામાંથી જ ટ્રેઈન થઈને ધોરણ 1માં આવશે એટલે શિક્ષકોને બાળકને વધારે સમજાવવું પડશે નહીં.

આ પણ વાંચો:આ બ્રિજ પરથી પસાર થાવ તો ટુ વ્હીલર લઈને જ નીકળજો

આ પણ વાંચો:સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર

આ પણ વાંચો:શાંત-સલામત સુરત શહેર અભિયાન હેઠળ પોલીસે અલગ અલગ વિસ્તારમાં જનભાગીદારીથી 15,920 લગાવ્યા CCTV

આ પણ વાંચો:6 વર્ષની બાળકીને થાપાના ભાગે ડામ આપનાર આરોપી સહિત 3ની ધરપકડ, જાણો શું કહ્યું પોલીસે…