સના જાવેદ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. અભિનેત્રી સના જાવેદે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. સનાએ 2012માં શહર-એ-જાતથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી અભિનેત્રીને વર્ષ 2013માં પ્યારે અફઝલથી લોકપ્રિયતા મળી હતી. રોમેન્ટિક ડ્રામા ખાનીમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ સના જાવેદને લક્સ સ્ટાઈલ એવોર્ડ માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી.
રિપોર્ટ્સનું માનીએ તો સના જાવેદ પહેલા પણ એક વખત લગ્ન કરી ચૂકી છે. સના જાવેદે વર્ષ 2020માં ગાયક ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ સના-ઉમૈરનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા.
ઉમૈર જસવાલથી છૂટાછેડા લીધા બાદ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદે તેના પૂર્વ પતિ સાથેની તમામ તસવીરો તેના સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી હતી.
અત્યારે ટ્રેન્ડમાં છે
આ પણ વાંચો:Shoaib Malik Marriage/શોએબ મલિક સાનિયા મિર્ઝાથી થયો અલગ, આ અભિનેત્રી સાથે કર્યા ત્રીજી વખત લગ્ન…