Not Set/ ગણિતશાસ્ત્રી આનંદ કુમારની બાયોપિક ફિલ્મમાં ચમકશે હૃતિક રોશન

મુંબઈ, બોલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશનની  ફિલ્મ સુપર 30 નું શુટિંગની શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન ગણિતશાસ્ત્રી આનંદ કુમારના અભિનય કરતો જોવા મળશે. કેમ કે આનંદ કુમારને તેમની બાયોપિક માટે સારો અભિનય હૃતિક રોશન જ લાગી રહ્યો છે. આ અભિયન માટે થોડા દિવસ પહેલા હૃતિક રોશનને આનંદ કુમારની મુલાકાત લીધી હતી. અને […]

Entertainment
rb ગણિતશાસ્ત્રી આનંદ કુમારની બાયોપિક ફિલ્મમાં ચમકશે હૃતિક રોશન

મુંબઈ,

બોલીવુડના સુપરસ્ટાર હૃતિક રોશનની  ફિલ્મ સુપર 30 નું શુટિંગની શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન ગણિતશાસ્ત્રી આનંદ કુમારના અભિનય કરતો જોવા મળશે. કેમ કે આનંદ કુમારને તેમની બાયોપિક માટે સારો અભિનય હૃતિક રોશન જ લાગી રહ્યો છે. આ અભિયન માટે થોડા દિવસ પહેલા હૃતિક રોશનને આનંદ કુમારની મુલાકાત લીધી હતી. અને આ ફિલ્મ માટે હૃતિક રોશનની જ પસંગી કરવામાં આવી છે. આ ફિલ્મનું શુટિંગ અત્યારે વારાણસીમાં થઇ રહ્યું છે.

rbbb ગણિતશાસ્ત્રી આનંદ કુમારની બાયોપિક ફિલ્મમાં ચમકશે હૃતિક રોશન

ઉલ્લેખનીય છે કે, હવે શિયાળો પૂરો થઇ રહ્યો છે અને ગરમી શરૂ થવા જઈ રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ખુબ જ ગરમી પડતી હોવાથી ત્યાં શુટિંગ કરવું હૃતિકને મુશ્કેલ લાગી રહ્યું છે. માટે મેકર્સ મુંબઈમાં તેના માટે સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી હૃતિક રોશનની ફિલ્મના શુટિંગ દરમિયાન કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.

rbb ગણિતશાસ્ત્રી આનંદ કુમારની બાયોપિક ફિલ્મમાં ચમકશે હૃતિક રોશન

મળતી માહિતી મુજબ, મુંબઈમાં જ આ ફિલ્મનો સેટ તૈયાર કરવામાં આવશે અને આ સેટ કુલ કિંમત ૧૦ કરોડમાં માનવામાં આવી રહી છે. આ ફિલ્મ માટે મુંબઈમાં જ બિહાર બનાવવામાં આવશે. સુપર 30ના સેટ પરથી તાજેતરની તસ્વીરો સોશિયલ મીડિયા પર મુકવામાં આવી છે. જેમાં હૃતિક રોશન સાઈકલ પર પાપડ વેચતા જોવા મળી રહ્યો છે.

rbbbbb ગણિતશાસ્ત્રી આનંદ કુમારની બાયોપિક ફિલ્મમાં ચમકશે હૃતિક રોશન