Not Set/ શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાથી લેશે છૂટાછેડા, રિયાલિટી શોને કારણે આવી આ નોબત

મુંબઇ, હાલમાં શિલ્પા શેટ્ટી ફિલ્મોથી દૂર છે પરંતુ  તે નાના પડદે ઘણી સક્રિય છે તે જે શોને જજ કરી રહી છે તે  સુપર ડાન્સર –ચેપ્ટર 3 ટીઆરપીમાં પણ ઘણો ઉપર છે. આ શોમા તેની જજની પેનલમાં ગીતા કપૂર અને અનુરાગ બાસુ પણ છે. હાલમાં જ શોમાં એવું થયું હતું કે શિલ્પાએ રાજ કુન્દ્રા સાથેથી છૂટાછેડા […]

Trending Entertainment

મુંબઇ,

હાલમાં શિલ્પા શેટ્ટી ફિલ્મોથી દૂર છે પરંતુ  તે નાના પડદે ઘણી સક્રિય છે તે જે શોને જજ કરી રહી છે તે  સુપર ડાન્સર –ચેપ્ટર 3 ટીઆરપીમાં પણ ઘણો ઉપર છે. આ શોમા તેની જજની પેનલમાં ગીતા કપૂર અને અનુરાગ બાસુ પણ છે. હાલમાં જ શોમાં એવું થયું હતું કે શિલ્પાએ રાજ કુન્દ્રા સાથેથી છૂટાછેડા લેવાની નોબત આવી ગઈ હતી.

હાલમાં શોમાં કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ પહોંચી હતી . તે સમયે શિલ્પા શેટ્ટીની માને એવો ફોન આવ્યો અને શિલ્પાની મમ્મી શિલ્પાને વઢવા લાગી  કે તે શા માટે તેના પતિ રાજ થી છૂટી થઈ રહી છે, આ સાંભળીને શિલ્પાને ઘણી નવાઈ લાગી હતી.

શિલ્પાના ફોન પરથી તેની મમ્મીને મેસેજ કરવામાં આવ્યો હતો કે તેનો રાજ સાથે ઝઘડો થયો છે અને તે ડિવોર્સ લઈ લેશે. શો દરમિયાન ફરાહ તથા શિલ્પા પોતાના પતિની હેરાનગતિ કરનારી આદતો વિશે વાત કરી રહી હતી. તે સમયે અનુરાગે ચાલાકીથી શિલ્પાના ફોનમાંથી શિલ્પાની મમ્મીને આવો પ્રેંક મેસેજ કરી દીધો હતો.

આથી શિલ્પાની મમ્મીએ શો દરમિયાન જ શિલ્પાને ફોન કર્યો અને શિલ્પાને  વઢવા લાગી હતી. જે સાંભળીને શિલ્પા શેટ્ટી પણ પરેશાન થઈ ગઈ હતી.  જોકે ગીતા કપૂર વધારે સમય રાહ ન જોઈ શકી અને  તેણે શિલ્પાને કહ્યું કે આ ફેક છે.

પછી શિલ્પાએ તેની માતાને કહ્યું કે આ બધો ફેક છે તમને કોઈ ફોન કે મેસેજ કરીને કહે કે હું પ્રેગ્નન્ટ છું અથવા ડિવોર્સ લેવા માંગું છું તો  એ વાત સાચી ન માનતા. કારણ કે અહીં  અનુરાગ દાદા સેટ પર છે અને તેઓ ફેક કરી રહ્યા છે.