Dharma & Bhakti/ ચાંદીના ગણેશજી ઘરમાં લાવશે બરકત…એમની સ્થાપનાથી કૌટુંબિક કલહમાંથી મળશે છૂટકારો!

ઘરમાં ધન-સંપત્તિની કામના માટે ચાંદીના ગણેશજી (Silver Ganesha)ની પૂજા કરવાને માન્યતા મળેલી છે. ઘરમાં એમની સ્થાપના કરીને દુર્વા અર્પિત કરવી શુભ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Silver Ganesha ઘરે લાવો...સુખ-શાંતિ પ્રાપ્ત કરો!

Dharm & Bhakti: ચાંદીના ગણેશજી (Silver Ganesha)ને ઘરમાં સુખ-શાંતિ, ધન-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું દ્યોતક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, એમની પૂજા કરવાથી જીવનમાં અનેક મુશ્કેલીઓથી રાહત પ્રાપ્ત થઇ શકે છે.

ગણેશ ચતુર્થી અને ગણેશોત્સવના દિવસોમાં ભગવાન ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દરમિયાન, અનેક લોકો ઘરમાં ગણપતિની મૂર્તિને સ્થાપિત કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, વિભિન્ન ધાતુઓથી બનેલી ગણેશજીની પ્રતિમા (Ganpati Idol)નું વિશેષ મહત્વ હોય છે. આમાં ચાંદીના ગણેશજી (Silver Ganesha)ને ઘરમાં સુખ-શાંતિ, ધન-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું દ્યોતક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, એમની પૂજા કરવાથી જીવનમાં અનેક મુશ્કેલીઓથી રાહત પ્રાપ્ત થઇ શકે છે.

ઘરમાં ચાંદીના ગણેશજી લાવવાના ફાયદા (Silver Ganesha Benefits)

ચાંદીના ગણેશજી (Silver Ganesha)ને ઘરમાં સુખ-શાંતિ, ધન-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું દ્યોતક માનવામાં આવે છે.

ચાંદીના ગણેશજીની દુર્વાથી પૂજા

ધન-સમૃદ્ધિ માટે ચાંદીના ગણેશજી (Financial Benefit)

ઘરમાં ધન-સંપત્તિની કામના માટે ચાંદીના ગણેશજીની પૂજા કરવાને માન્યતા મળેલી છે. ઘરમાં એમની સ્થાપના કરીને દુર્વા અર્પિત કરવી શુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં બરકત આવે છે અને ધનનો પ્રવાહ જળવાઈ રહે છે. એવી માન્યતા છે કે, ચાંદીના ગણેશજી (Silver Ganesha)ની પૂજા વેપારીવર્ગને લાભ અને સફળતા અપાવે છે.

આર્થિક મુશ્કેલીમાં ઉપાય (Financial Crises)

પૈસાની તંગી અથવા તો દેવું વધી રહ્યું હોય તો ચાંદીના ગણેશજી (Silver Ganesha)ને તાંબા કે પિત્તળની થાળીમાં રાખીને પૂજા કરવી. બાપ્પાને લાલ ચંદન, લાલ ફૂલ, ગોળ અને ચાંદીનો સિક્કો અર્પિત કરવો. આ ઉપરાંત, ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરવો અને એ સાથે ઋણ મોચન મંગળ સ્ત્રોતનો પાઠ કરવો.

કૌટુંબિક કલહથી રાહતનો ઉપાય

કૌટુંબિક કલહથી રાહત (Family Discord)

ઘરમાં કલહ અને તણાવ રહેતો હોય તો શિવ-પાર્વતી સહિત ચાંદીના ગણેશજીને સ્થાપિત કરવાની માન્યતા છે. પિત્તળની થાળીમાં ચોખા, ઘી, દહીં અને સાકર રાખીને એમની પૂજા કરવી. એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.

સંતાન સુખ (Blessings of Child)

સંતાનસુખના કામના હોય તો એ માટે ચાંદીના ગણેશજીને કાચની પ્લેટમાં રાખીને એમની પૂજા કરવાની માન્યતા છે. એમાં ચોખા, સફેદ ચંદન, દૂધ, દહીં અને સફેદ ફૂલો અર્પિત કરવા. આ ઉપરાંત, ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રની 10 માળા કરવી.

માંગલિક દોષ નિવારણ (Manglik Dosh)

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, માંગલિક દોષ નિવારણ માટે ચાંદીના ગણેશજીને લાલ કપડામાં લપેટીને એક તાંબાની થાળીમાં રાખવામાં આવે છે. પૂજામાં લાલ ચંદન, ગોળ, તાંબાનો સિક્કો અને ગળી રોટલી અર્પણ કરવી. આ ઉપરાંત, ‘ॐ ગં ગણપતયે નમ:’ મંત્રની 10 માળા કરવી.

નજરદોષથી રક્ષણ (Protection from Evil Eye)

નજર દોષ અથવા તો વિરોધીઓથી હેરાન થતા હો તો ચાંદીના ગણેશજી (Silver Ganesha)ને પીળા કપડામાં લપેટીને સ્ટીલની થાળીમાં રાખવા. પૂજામાં 5 લવિંગ, 5 ઈલાયચી અને 5 ફૂલ અર્પિત કરવા અને પંચમુખી દીવો પ્રગટાવવો.

ધાર્મિક માન્યતાનુસાર, ચાંદી (Silver Metal)ને શુદ્ધ અને શુભ ધાતુ માનવામાં આવે છે. ચાંદીના ગણેશજીને ઘરમાં સકારાત્મક ઊર્જા (Positive Energy), શાંતિ અને આધ્યાત્મિક સુરક્ષાને જોડીને જોવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?

આ પણ વાંચો: ભદ્ર-માલવ્ય યોગ…5 રાશિઓને ધન-કેરિયરમાં લાભ…ગણેશ ચતુર્થીએ 200 વર્ષો બાદ અનોખો સંયોગ…!

આ પણ વાંચો: શું આ વખતે હરતાલિકા ત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે? આ મૂંઝવણને કરો દૂર..!