Dharma & Bhakti/ શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?

બુદ્ધિ, કર્મ અને જ્ઞાનની સંમિશ્રિત કથાનું નામ છે મહાભારત! આના રચયિતા છે વેદવ્યાસ અને લહીયા હતા બુદ્ધિ-વિવેકના દેવતા ભગવાન ગણેશ (Lord Ganesha)…

Trending Religious Rashifal Dharma & Bhakti
Lord Ganesha ને શાથી કહે છે એકદંત...જાણીએ કથા!

Dharm & Bhakti: આના રચયિતા છે વેદવ્યાસ (Vedvyas) અને લેખન કર્યુ હતુ બુદ્ધિ-વિવેકના દેવતા ભગવાન ગણેશજી (Lord Ganesha)એ…જેમણે વાણીને અક્ષરોનું રુપ આપીને આ અમરગાથા જીવંત કરી દીધી!

એક એવો ગ્રંથ જેને લખવા માટે સ્વયં દેવતાઓમાંથી એક દેવતાને લેખક બનવું પડ્યું…એક એવી મહાગાથા જેનો વિસ્તાર એટલો વિશાળ હતો કે એને કોઈ સાધારણ મનુષ્ય તો લખી જ ન શકે! આ બુદ્ધિ, કર્મ અને જ્ઞાનની સંમિશ્રિત કથા છે…એનું નામ છે મહાભારત (Mahabharata)! આના રચયિતા છે વેદવ્યાસ અને લેખન કર્યુ હતુ બુદ્ધિ-વિવેકના દેવતા ભગવાન ગણેશજીએ…જેમણે વાણીને અક્ષરોનું રુપ આપીને આ અમરગાથા જીવંત કરી દીધી!

ધાર્મિક માન્યતાનુસાર, મહાભારતની રચના દરમિયાન ભગવાન ગણેશને લહિયા (Writer) બનવા માટે વેદવ્યાસે આગ્રહ કરેલો પરંતુ ગણેશજીએ સામે એક શરત મૂકી હતી! શરતને નિભાવવા માટે ગણેશજીએ જે ત્યાગ કર્યો એ કથા ઘણી જ રોચક છે. તો ચાલો જાણીએ, મહાભારતની કથા પાછળના આ રહસ્ય વિશે…

વેદવ્યાસે ગણેશજી પાસે સહાયતા માગી

વેદવ્યાસે ગણેશજી (Lord Ganesha) પાસે સહાયતા માગી

કહેવાય છે કે, હિમાલય (Himalayas)ની શાંત ગુફામાં મહર્ષિ વેદવ્યાસને ધ્યાન ધરવા દરમિયાન, કુરુક્ષેત્ર અને મહાભારતની કથાનો વિચાર આવ્યો. એમણે આ અદ્ભૂત સંકેતોને ઝીલીને એને શબ્દરુપે કથાના રુપમાં ઉતારવાનો નિશ્ચય કર્યો જેથી આગળની પેઢીઓ જીવન અને ધર્મ (Dharm)નો માર્ગ સમજી શકે…પરંતુ આ કાર્ય પડકારજનક હતુ. આ વિશાળ પદ્ય કથાનકને લખવા માટે એક એવો લેખક જોઈએ જે સત ઝડપથી લખી શકે. આ માટે વિચાર કર્યા બાદ વેદવ્યાસે ભગવાન ગણેશ (Lord Ganesha)નું સ્મરણ કર્યુ અને એમની પાસે પહોંચીને એમને મહાભારત લખવાનો અનુરોધ કર્યો.

પરસ્પર શરતો મૂકવામાં આવી

ગણેશજી (Lord Ganesha)એ એમની વાત સાંભળીને આ જીવન અને ધર્મ સાથે સંલગ્ન જ્ઞાનરુપી કથાના લહીયા બનવા તૈયાર થઈ ગયા. પરંતુ એમની એક શરત હતી કે, એમની લેખિની (Pen) સતત ચાલશે અને એક ક્ષણ પણ નહિં રોકાય…જો વેદવ્યાસની વાણી થંભી તો લેખિની પણ થંભી જશે અને એ લખવાનું છોડી દેશે!

આની સામે વેદવ્યાસે પણ શરત મૂકી કે ગણેશજી કોઈ પણ શ્લોક નો પૂર્ણ અર્થ સમજ્યા વિના લખશે નહિં! બંને તરફથી આ અંગે સમજૂતી થઈ અને પરસ્પર શરતો (Conditions)નો સ્વીકાર કરવામાં આવ્યો.

Mahabharata

મહાભારતની રચનાનો પ્રારંભ

ધાર્મિક માન્યતાનુસાર, આ બાદ તો મહાભારતની રચનાનો અદ્ભૂત પ્રસંગ પ્રારંભ થયો…વેદવ્યાસ શ્લોકો બોલતા અને ગણેશજી એમને લખતા ગયા…આ રીતે કુરુવંશની, હસ્તિનાપુર, ભીષ્મ, પાંડુ, ઘૃતરાષ્ટ્ર, કૌરવો અને પાંડવો (Hastinapur, Bhishma, Pandu, Ghritarashtra, Kauravas and Pandavas)ની કથા આગળ વધતી ગઈ. આ કેવળ યુદ્ધની કહાણી (War Story) નહતી પરંતુ સંબંધોની જટિલતા, સત્તાનો સંઘર્ષ, ધર્મ અને કર્તવ્ય વચ્ચેનો દ્વંદ્વ અને મનુષ્યના કર્મોના પરિણામોની કથા હતી.

મહાભારતની રચનાનો પ્રારંભ

કઠિન શ્લોકોના કારણે વેદવ્યાસને સમય મળી જતો

ગણેશજીની આ શરતના કારણે વેદવ્યાસ સતત બોલી રહ્યાં હતા પણ આટલી વિશાળ કથાને એકધારી ગતિથી બોલવી સરળ નહતી…આથી વેદવ્યાસ કેટલાક કઠિન શ્લોકો (Difficult Shlokas) બોલતા જેનો અર્થ સમજવામાં ગણેશજીને થોડો સમય લાગી જતો…આ દરમિયાન વેદવ્યાસ આગળના શ્લોકોની રચના મનમાં કરી લેતા! આ જ રીતે કથા આગળ વધતી રહી અને લેખન પણ!!

ગણેશજીએ દાંત કેમ તોડ્યો?

મહાભારતની કથા ધીમે-ધીમે કુરુક્ષેત્રના યુદ્ધ તરફ આગળ વધવા લાગી. યુદ્ધનું વર્ણન, શ્રી કૃષ્ણ (Shree Krishna)નું ગીતાજ્ઞાન સઘળું આલેખાતું ગયું, જે આજે શ્રીમદ્ ભગવદ્ગીતાના રુપમાં વિશ્વવિખ્યાત છે.

ધાર્મિક કથા અનુસાર, ગણેશજી સતત લખતા રહ્યાં અને અચાનક એમની લેખિની તૂટી ગઈ! હવે જો ગણેશજી રોકાઈ જાય તો એમની શરત તૂટી જાય એમ હતુ. આથી કહેવાય છે કે, ગણેશજીએ સમય બગાડ્યા વિના પોતાનો એક દાંત (Tooth) તોડી લીધો અને એના વડે એ મહાભારત લખતા રહ્યાં!!

આ પ્રસંગના લીધે જ એમનું નામ ‘એકદંત’ (Ekdant)પડ્યું હોવાનું માનવામાં આવે છે. જો કે, આ નામાભિધાન પાછળ અન્ય કથાઓ પણ પ્રચલિત છે.

ગીતા જ્ઞાન

મહાભારતની મહાગાથાની પૂર્ણાહુતિ

વેદવ્યાસની વાણી અને ગણેશજીની લેખિની…મહાભારત આકાર લેતું ગયું. અંતે એ ક્ષણ આવી જ્યારે વેદવ્યાસની વાણી વિરમી ગઈ અને ગણેશજીએ પોતાની લેખિની નીચે મૂકી દીધી. ધાર્મિક માન્યતાનુસાર, મહર્ષિ વેદવ્યાસની વાણી અને ભગવાન ગણેશની લેખિનીના સંગમથી સંસારની એક વિશાળ મહાગાથા મહાભારત આકાર પામી!


આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

આ પણ વાંચો: કર્ણના ‘કુંવારી ભૂમિ’ પર અંતિમસંસ્કાર, 3 પાનવાળું રહસ્યમય વટવૃક્ષ…મહાભારતયુગથી આજ સુધી છે જીવિત…!

આ પણ વાંચો: જાણો મહાભારતની રોચક ગાથા….રહસ્યમયી પાત્રો…18 ના અંકનું વિશેષ મહત્વ…..!