Dharma & Bhakti/ મહાભારતના વણસુલઝ્યા રહસ્યો….જેનો ઉત્તર આજ દિન સુધી વિજ્ઞાન પણ શોધી શક્યું નથી!!

શું જે મહાભારત આપણી સમક્ષ છે એટલી જ માહિતી ઉપલબ્ધ છે કે પછી કેટલાક રહસ્યો (Mahabharat Facts) છે જેની ઉપરથી આજ દિન સુધી પડદો ઉઠ્યો જ નથી?

Trending Religious Rashifal Dharma & Bhakti
Mahabharat Facts...વણસુલઝ્યા રહસ્યોની ભરમાર..!

Dharm & Bhakti: હિન્દુ ગ્રંથ મહાભારતને પાંચમો વેદ પણ માનવામાં આવે છે. આ વિશ્વના સૌથી મોટા પદ્ય અર્થાત્ મહાકાવ્યો પૈકીનું એક છે, જે આજે પણ પૃથ્વી પર હયાત છે. મહાભારતના કેટલાક રહસ્યો અથવા તથ્યો (Mahabharat Facts) એવા છે કે જે 5,000 વર્ષો પછી પણ એક વણઉકેલાયેલો કોયડો બની હી છે. તો ચાલો એ વિશે જાણીએ વિસ્તૃતપણે…

મહાભારતમાં પીરસાયેલું જ્ઞાન આજે પણ એટલું જ માન્યતાપ્રાપ્ત છે, જેટલું પૌરાણિક સમયે હતું. પરંતુ શું જે મહાભારત આપણી સમક્ષ છે એટલી જ માહિતી છે કે પછી એની સાથે સંકળાયેલા કેટલાક રહસ્યો છે જેની ઉપરથી આજ દિન સુધી પડદો ઉઠ્યો જ નથી?

મહાભારત અંગેના રોચક તથ્યો (Mahabharat Facts)

અહિં આપણે મહાભારત સાથે સંલગ્ન કેટલાક એવા (Mahabharat Facts) રહસ્યસ્ફોટ કરીશું જેના વિશે મોટાભાગના લોકો અનભિજ્ઞ છે. તો ચાલો, આપણે આ લેખમાં એ વિશે વિસ્તૃતપણે જાણીએ…

મહાભારતનું 3 ચરણોમાં થયું હતું લેખન

એક વિશાળ મહાકાવ્ય એવા મહાભારતને તૈયાર થતા ઘણો લાંબો સમય લાગ્યો હશે. અને કેટલાક વિદ્વાનોના મતાનુસાર, મહાભારતના વિકાસને વિભિન્ન ચરણોમાં હોવાનું સમજવામાં આવે છે. એવું કહેવાય છે કે શરુઆતમાં આ ગ્રંથમાં 8,800 શ્લોક હતા જેને ‘જય’ તરીકે સંબોધવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ એનો વિસ્તાર ‘ભારત’ના રુપમાં થયો જેમાં આશરે 24,000 શ્લોકોની રચના કરવામાં આવી. અંતે, એનું વિસ્તૃત સ્વરુપ ‘મહાભારત’ બન્યું જેમાં લગભગ 1 લાખ શ્લોક હોવાનું કહેવાય છે. આથી જ મહાભારતને વિશ્વના સૌથી મહાનતમ વિશાળ મહાકાવ્યો (Epic) પૈકીનું એક માનવામાં આવે છે.

રાશિચક્ર

શું મહાભારત કાળમાં રાશિઓ નહોતી?

જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઇએ તો ઇતિહાસ અનુસાર, પ્રાચીન ભારતીય પરંપરાઓમાં નક્ષત્રોનું વિશેષ મહત્વ હતુંય વૈદિક જ્યોતિષમાં 27 નક્ષત્રોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કેટલાકનો એવો દાવો છે કે મહાભારત કાળમાં આજની જેમ 12 રાશિઓનો ઉપયોગ નહોતો થતા અને જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુખ્યત્વે નક્ષત્રો પર જ આધારિત હતું.

જો કે, પ્રાચીન ભારતીય જ્યોતિષમાં રાશિ અને નક્ષત્ર બંનેની પરંપરાઓનો વિકાસ અલગ-અલગ ચરણોમાં થયેલો છે. આથી જ એમ કહેવું સંપૂર્ણ સત્ય નથી કે મહાભારત કાળ (Mahabharat Facts)માં રાશિઓ (Zodiac Signs)નું અસ્તિત્વ સદંતર નહોતું!! મહાભારત અને વૈદિક સાહિત્યમાં ગ્રહો, નક્ષત્રો અને ખગોળીય ઘટનાઓના અનેક ઉલ્લેખ મળી આવે છે.

આવું જ એક રહસ્ય અંકશાસ્ત્ર સાથે સંલગ્ન છે. મહાભારતમાં 18 અંકનો વિશેષ મહિમા છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યુ હતું, એમાં કુલ 18 અક્ષૌહિણી સેના હતી, જેમાં કૌરવોની 11 તથા પાંડવોની 7 અક્ષૌહિણી સેના હતી. આ મહાયુદ્ધમાં લાખો લોકોનો સંહાર થયો હતો. આ ઉપરાંત, યુદ્ધની સમાપ્તિ બાદ 18 મુખ્ય યોદ્ધાઓ જીવિત બચવાની પણ વાત ઉલ્લેખવામાં આવેલી છે.

વિમાન અને પરમાણુ અસ્ત્રો

વિમાન અને પરમાણુ અસ્ત્રોનો ઉપયોગ

એવું કહેવાય છે કે મહાભારત કાળમાં વિમાન અને પરમાણુ અસ્ત્રો (Plane & Nuclear Weapons) જેવા શક્તિશાળી હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, આ દાવાઓ અંગે ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકો વચ્ચે મતભેદ છે. મોહેંજોદડો (Mohenjodaro) સ્થળના ખોદકામ દરમિયાન કેટલાક એવા હાડપિંજર મળી આવ્યા હોવાના દાવા છે કે, જેમાં રેડિએશનની અસરો હતી!!

કેટલાક લોકો એને મહાભારતમાં ઉલ્લાખ કરાયેલા બ્રહ્માસ્ત્ર સાથે જોડે છે અને એમ કહેવાય છે કે દુનિયાનું સૌપ્રથમ પરમાણુ બૉમ્બ (Nuclear Bomb) જેવું અસ્ત્ર અર્થાત્ બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. આટલું જ નહિં પરંતુ, મહાભારતના સૌપ્તિક પર્વમાં બ્રહ્માસ્ત્ર (Brahmastra) અને એના પ્રભાવ સાથે સંલગ્ન પ્રસંગોનો પણ ઉલ્લેખ છે. જો કે, મહાભારત કાળમાં વિમાન કે પરમાણુ બૉમ્બ જેવા આધુનિક અસ્ત્રોનો ઉપયોગ થયો હતો કે નહિં એ આજે પણ રહસ્ય અને વાદ-વિવાદનો વિષય છે.

વિદેશી યોદ્ધાઓ પણ યુદ્ધમાં સામેલ હતા

એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં કેવળ ભારતના જ નહિં પરંતુ, અન્ય ક્ષેત્રોના અનેક યોદ્ધાઓએ પણ ભાગ લીધો હતો. મહાભારતના અલગ-અલગ જનપદો અને દૂર-સુદૂરના ક્ષેત્રોમાંથી આવેલા યોદ્ધાઓ અને રાજાઓનો પણ ઉલ્લેખ મળે છે.

જો કે, ગ્રીસ, રોમ અથવા અમેરિકા (Greece, Rome or America) જેવા આધુનિક દેશોમાંથી આવેલા યોદ્ધાઓ મહાભારતના યુદ્ધમાં સામેલ હોવાના દાવાઓ ઐતિહાસિક રુપે પ્રમાણિત નથી. આ જ કારણે મહાભારતને એક વિશ્વવ્યાપી યુદ્ધનો દરજ્જો મળેલો છે પણ એને પ્રમાણિત કરનારા ઠોસ ઐતિહાસિક સબૂતો ઉપલબ્ધ નથી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો : સૂર્યનું સ્વરાશિ સિંહમાં મહાગોચર,ઓગસ્ટ મહિનાથી ચમકી ઉઠશે આ 6 રાશિઓનું ભાગ્ય!

આ પણ વાંચો :

આ પણ વાંચો :