Aaj nu Rashifal/ શા માટે મૂળાંક 2 અને 7 ના લોકોને પ્રેમ મેળવવામાં પડે છે તકલીફ? જાણો અંકશાસ્ત્રનો રસપ્રદ ખુલાસો

અંકશાસ્ત્ર (numerology)અનુસાર મૂળાંક 2 અને મૂળાંક 7 ના જાતકોના જીવનમાં પ્રેમ સંબંધોને લઈને મોટા પડકારો આવે છે. તેમના અતિ-લાગણીશીલ અને રહસ્યમય સ્વભાવના કારણે પાર્ટનર સાથે અંતર કેમ વધે છે અને તેને કેવી રીતે સુધારી શકાય, જાણો વિગતે.

Dharma & Bhakti Aaj Nu Rashifal
Major revelation from numerology

અંકશાસ્ત્ર (numerology)ની દુનિયામાં દરેક નંબર એક આગવી ઉર્જા અને વિશેષતા ધરાવે છે. આપણો મૂળાંક માત્ર આપણી આદતો જ નહીં, પણ આપણા સંબંધો ભવિષ્યમાં કેવા રહેશે તે પણ નક્કી કરે છે. ઘણા લોકો દિલના ખૂબ ચોખ્ખા હોય છે, સંબંધ નિભાવવા માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી દે છે, છતાં તેમને પ્રેમમાં અપેક્ષા મુજબની સફળતા નથી મળતી. અંકજ્યોતિષના મતે, ખાસ કરીને મૂળાંક 2 અને મૂળાંક 7 ધરાવતા જાતકોને પાર્ટનર સાથે તાલમેલ બેસાડવામાં અને સ્થિર સંબંધ જાળવવામાં વધુ મહેનત કરવી પડે છે. અલબત્ત, જીવનમાં વ્યક્તિના પોતાના નિર્ણયો, સંસ્કાર અને કુંડળી પણ એટલી જ અસર કરે છે.

મૂળાંક 2 : પ્રેમમાં અતિશય ભાવુકતા બની જાય છે નડતર

જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 અથવા 29 તારીખે થયો હોય, તો તમારો મૂળાંક 2 છે. આ મૂળાંકના સ્વામી ગ્રહ ‘ચંદ્ર’ છે. ચંદ્રની શીતળતાના કારણે આ લોકો સ્વભાવે અત્યંત દયાળુ, સંવેદનશીલ અને કાળજી રાખનારા હોય છે. જ્યારે તેઓ પ્રેમમાં પડે છે, ત્યારે પોતાના સાથીને જ આખી દુનિયા માની લે છે.

પરંતુ તકલીફ ત્યાં શરૂ થાય છે જ્યાં તેમની આ અતિશય કાળજી સામેવાળી વ્યક્તિને બંધન જેવી લાગવા માંડે છે. નાની-નાની બાબતો પૂછવી, પાર્ટનરની સુરક્ષાની વધુ પડતી ચિંતા કરવી કે સતત અટેન્શન માંગવું—આ સ્વભાવના કારણે પાર્ટનરને ઘણીવાર એવું લાગે છે કે તેમની પર્સનલ સ્પેસ છીનવાઈ રહી છે. આ ગૂંગળામણ સંબંધોમાં તિરાડ લાવી શકે છે. તેથી, મૂળાંક 2 ના લોકોએ સંબંધમાં થોડું સંતુલન રાખવું જરૂરી છે.

મૂળાંક 7: મનની વાત છુપાવવાની આદત વધારે છે અંતર

જે લોકોનો જન્મ મહિનાની 7, 16 અથવા 25 તારીખે થયો છે, તેમનો મૂળાંક 7 બને છે, જેના સ્વામી ‘કેતુ’ છે. કેતુના પ્રભાવથી આ જાતકો ખૂબ જ ચિંતનશીલ, ગંભીર અને અંતર્મુખી (ઈન્ટ્રોવર્ટ) હોય છે. તેઓ રહસ્યમય વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ પ્રેમ તો સાચા દિલથી કરે છે, પણ પોતાની લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરવામાં કાચા પડે છે.

તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે પાર્ટનર સમજી શકતો નથી, જેનાથી ગેરસમજ વધે છે. આ ઉપરાંત, મૂળાંક 7 ના લોકો સંબંધોમાં પણ ‘પરફેક્શન’ શોધે છે. સામેવાળી વ્યક્તિથી નાની ભૂલ થાય તો પણ તેઓ મનમાં ખોટું લગાડી બેસે છે અને અંતર બનાવી લે છે. આ અપેક્ષાઓનો બોજ સંબંધને નબળો પાડે છે.

પ્રેમ સંબંધને સદાબહાર રાખવા માટેના સરળ ઉપાયો

અંકશાસ્ત્ર માત્ર સમસ્યા નથી બતાવતું, પણ સુધારાનો માર્ગ પણ ચીંધે છે. જો તમારો મૂળાંક 2 છે, તો પાર્ટનર પર નિયંત્રણ રાખવાની કે અતિ-ભાવુક થવાની આદત પર કાબૂ મેળવો. અને જો તમારો મૂળાંક 7 છે, તો મન ખોલીને વાત કરતા શીખો. કોઈ પણ સંબંધને લાંબો સમય ચલાવવા માટે એકબીજા પર ભરોસો, ખુલ્લો સંવાદ અને એકબીજાના સ્વભાવનો સ્વીકાર કરવો સૌથી મહત્વનો છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: