Aaj nu Rashifal/ ઘરમાં આ જગ્યાએ હોય છે ‘કુબેર કોર્નર’, માત્ર એક નાનો બદલાવ ખોલી દેશે આર્થિક ઉન્નતિના દ્વાર

વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં ઘરની ઉત્તર દિશાને ભગવાન કુબેરનું સ્થાન માનવામાં આવે છે. ઘરમાં આર્થિક ઉન્નતિ લાવવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કુબેર કોર્નરને કેવી રીતે વ્યવસ્થિત રાખવો તે અંગેની ખાસ વાસ્તુ ટિપ્સ અહીં વાંચો.

Aaj Nu Rashifal Trending Dharma & Bhakti

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે. વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં આ માટે ઘરમાં રહેલી દિશાઓ અને તેની ઉર્જાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઘરની ઉત્તર દિશા, જેને શાસ્ત્રોમાં ‘કુબેર કોર્નર’તરીકે ઓળખવામાં આવે છે, તે આર્થિક સક્ષમતા લાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. જો આ કોર્નર સાથે જોડાયેલી કેટલીક વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખવામાં આવે, તો ઘરમાં સકારાત્મકતાનો અદભુત સંચાર થાય છે.

શા માટે ઉત્તર દિશાને કહેવાય છે ‘કુબેર કોર્નર’?

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર, ઉત્તર દિશાના અધિપતિ ધનના દેવતા ભગવાન કુબેર છે. આ દિશામાંથી ઘરમાં આર્થિક પ્રગતિ અને નવી તકોની ઉર્જા પ્રવેશે છે. તેથી, આ ભાગને હંમેશા હળવો, ખુલ્લો અને સાફ-સુથરો રાખવો અનિવાર્ય છે, જેથી પ્રગતિના માર્ગમાં કોઈ અવરોધ ન આવે.

આર્થિક સમૃદ્ધિ માટે ધ્યાનમાં રાખો આ બાબતો:

તિજોરીનું સાચું સ્થાન: જો તમે ઘરમાં નાણાં કે કિંમતી દસ્તાવેજો રાખતા હોવ, તો તિજોરી કે લોકરને દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં એવી રીતે ગોઠવો કે તેનો દરવાજો હંમેશા ઉત્તર દિશા એટલે કે કુબેર કોર્નર તરફ ખૂલે.

કુબેર યંત્રની સ્થાપના: આર્થિક સ્થિરતા અને નસીબને બળ આપવા માટે ઉત્તર દિશાની દીવાલ પર વિધિપૂર્વક કુબેર યંત્ર સ્થાપિત કરવું ઉત્તમ માનવામાં આવે છે.

સકારાત્મકતા વધારતી વસ્તુઓ: કુબેર કોર્નરમાં પાણીનો નાનો ફુવારો (વોટર ફાઉન્ટેન), માછલીઘર (એક્વેરિયમ) કે સુંદર અરીસો લગાવવાથી વાતાવરણમાં તાજગી રહે છે. આ ઉપરાંત, આ દિશામાં ડેકોરેશન માટે લીલા, વાદળી કે જાંબલી રંગનો ઉપયોગ કરવો શુભ ફળ આપે છે.

ભૂલથી પણ કુબેર કોર્નરમાં ન કરો આ કામ:

  1. ભંગાર કે ભારે સામાન: ઉત્તર દિશામાં ક્યારેય જૂનો-પુરાણો સામાન, ભારે લોખંડની વસ્તુઓ કે કચરો જમા ન થવા દો. આનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે.
  2. બાથરૂમની સ્થિતિ: જો ઘરની ઉત્તર દિશામાં શૌચાલય કે બાથરૂમ બનેલું હોય, તો તે વાસ્તુ દોષ પેદા કરી શકે છે. તેના ઉપાય તરીકે ત્યાં નાના ઇન્ડોર પ્લાન્ટ્સ (છોડ) રાખવા જોઈએ અથવા અરીસો લગાવીને તેની નકારાત્મકતા ઓછી કરી શકાય છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :