Aaj nu Rashifal/ શું દીકરીઓ માતા-પિતાની ચિતાને અગ્નિ આપી શકે? જાણો ગરુડ પુરાણના નિયમો

હિન્દુ ધર્મમાં સામાન્ય રીતે દીકરી (daughter)ઓને માતા-પિતાના અંતિમ સંસ્કાર કે મુખાગ્નિ આપવાથી રોકવામાં આવે છે. ગરુડ પુરાણની માન્યતાઓ, રામાયણનો સંદર્ભ અને આજના બદલાતા સમાજમાં મહિલાઓના અધિકારો વિશેની સંપૂર્ણ શાસ્ત્રોક્ત માહિતી વાંચો અહીં.

Aaj Nu Rashifal Trending Dharma & Bhakti
Can daughters also perform funeral rites

આપણે ઘણીવાર અંતિમ સંસ્કાર વખતે જોયું હશે કે મૃતદેહને મુખાગ્નિ આપવાનું કામ સામાન્ય રીતે પુરુષો જ કરતા હોય છે. ઘરમાં દીકરી (daughters )હોવા છતાં આ જવાબદારી પરિવારના અન્ય કોઈ પુરુષ સભ્યને સોંપવામાં આવે છે. આ પ્રથાને કારણે લોકોના મનમાં સવાલ થાય છે કે દીકરીઓને આ અધિકાર કેમ નથી મળતો? સનાતન ધર્મમાં દીકરીને દેવી માનવામાં આવે છે, તો પછી અંતિમ વિધિમાં આવો ભેદભાવ કેમ? આ સવાલોના જવાબો આપણા ધાર્મિક ગ્રંથો, ખાસ કરીને ગરુડ પુરાણ (GarudaPurana)માં આપવામાં આવ્યા છે.

અંતિમ સંસ્કાર માટે શાસ્ત્રોના નિયમો

ગરુડ પુરાણ મુજબ, મોક્ષ પ્રાપ્તિ માટે દીકરા દ્વારા થતી અંતિમ વિધિને શ્રેષ્ઠ માનવામાં આવી છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે સ્ત્રીઓ આ કામ બિલકુલ ન કરી શકે. ભગવાન વિષ્ણુ અને ગરુડજી વચ્ચેના સંવાદમાં સ્પષ્ટ જણાવાયું છે કે, દીકરાની ગેરહાજરીમાં પૌત્ર, ભાઈ, ભત્રીજો અથવા કુળનો કોઈ પણ પુરુષ આ વિધિ કરી શકે છે. જો કોઈ પુરુષ સભ્ય ન હોય, તો વિશેષ પરિસ્થિતિઓમાં સ્ત્રીઓને પણ અંતિમ સંસ્કાર કરવાનો પૂરો અધિકાર છે.

ગોત્ર બદલાવવાની વ્યવસ્થા

પ્રાચીન માન્યતાઓ અનુસાર, લગ્ન પછી દીકરીનું ગોત્ર બદલાઈ જાય છે અને તે સાસરી પક્ષના પરિવારનો ભાગ બને છે. પિયરના ગોત્રથી અલગ થવાના કારણે જ જૂના સમયમાં દીકરીઓને માતા-પિતાના અંતિમ સંસ્કાર કરવાની મનાઈ હતી. સાથે જ પહેલાના સમયમાં મહિલાઓનું સ્મશાનમાં જવું પણ વર્જિત હતું.

શાસ્ત્રોના પુરાવા અને આધુનિક સમય

રામાયણમાં ઉલ્લેખ છે કે માતા સીતા (MataSita)એ ગયાજીમાં રાજા દશરથનું પિંડદાન કર્યું હતું, જેને રાજા દશરથના આત્માએ સ્વીકાર્યું પણ હતું. આ ઘટના સાબિત કરે છે કે શાસ્ત્રોમાં સ્ત્રીઓને આ ધાર્મિક અધિકારો આપવામાં આવ્યા છે. આજના બદલાતા સમયમાં ઘણા પરિવારો આ જૂની રૂઢિઓ છોડી રહ્યા છે અને દીકરીઓ પણ દીકરાની જેમ જ પૂરા સન્માન સાથે માતા-પિતાની અંતિમ વિધિ સંપન્ન કરી રહી છે.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :