Lifestyle News: જીવનમાં જો મિત્રો સારા મળી જાય તો જીવન સુધારી દે છે અને જો ખરાબ મળે તો જીવન બરબાદ કરી નાખે છે. કહેવાય છે ને કે જેવી સંગત હોય તેવી અસર તો આવે છે. માનવમાં આવે છે કે મિત્રો મળવા અઘરા નથી, પરંતુ સારા મિત્રો મળવા ઘણા અઘરા છે. મિત્રો સાથે રહીને ખુશી ડબલ થઈ જાય છે અને દુખ અડધા થઈ જાય છે. પરંતુ આજના સમયમાં વિશ્વાસપાત્ર મિત્રો મળવા ખૂબ મુશ્કેલ છે. ભારતના જાણીતા વિદ્વાન એવા આચાર્ય ચાણક્યએ પોતાની પુષ્તક ચાણક્ય નીતિમાં જણાવ્યુ છે કે કેવા મિત્રોની મિત્રતા સાપ સમાન હોય છે. મનમાં ઈર્ષા રાખનારા લોકો ઘણા લોકોનો સ્વભાવ હોય છે કે તેઓ તમારી સામે ખૂબ સારા રહીને તમારા વખાણ કરતાં હોય છે,પરંતુ પીઠ પાછળ તે જ લોકો તમારા વિશે ઊંધું-સીધુ બોલતા હોય છે. તેમના મનમાં તમારા માટે ઈર્ષાની ભાવના હોય છે, તેઓ તમારી પ્રગતિ જોઈ નથી શકતા.
આચાર્ય અનુસાર, આવા લોકો ક્યારે પણ સારા મિત્રો નથી બની શકતા. નેગેટિવે વિચારધારા વાળા લોકો આચાર્ય અનુસાર જે મિત્રોની વિચારધારા નેગેટિવ હોય છે, તેમની સાથે વધારે રહેવાથી તમારા વિચારો, જીવન અને જીવનલક્ષ પર પણ તેમના વિચારોની અસર થઈ શકે છે જેનાથી આવા લોકોથી બને એટલું દૂર રહેવું જોઇએ. જે લોકો દરેકના અંગત મિત્ર બની જતા હોય જે લોકો દરેકના મિત્ર હોય તેઓ કોઈના મિત્ર નથી હોતા આ તમે સાંભળ્યું જ હશે, આજે પણ ઘણા લોકો આ વાતને સાચી મને છે કે જે લોકો દરેક સાથે મિત્રતા કરે તેમને કોઈ દિવસ પોતાના અંગત ના બનવા.
કારણ કે આવા લોકો ક્યારે પણ કોઈના સગા નથી હોતા, તેઓ પોતાના સ્વાર્થ સુધી લોકો સાથે મિત્રતા રાખે છે, અને તેઓ પોતાના ફાયદા માટે કોઈની ખોદણી અને કોઇની અંગત વાતને પણ લોકો સામે વ્યક્ત કરી શકે છે. મુસીબતમાં સાથ ના આપવા વાળા લોકો સારા મિત્રો હમેશા મુસીબતમાં સાથ આપે છે, સારા મિત્રો ફક્ત સારા સમયમાં નહીં પરંતુ દરેક તકલીફમાં તમારા ખંભાથી ખંભો મિલાવીને તમારી સાથે ઊભા હોય છે. આચાર્ ચાણક્ય અનુસાર, જો તમારો કોઈ એવો મિત્ર હોય જેને તમે ક્યારે પણ મદદ માટે કહો તો એ કોઈ પણ બહાને દૂર થઈ જાય તો એવા લોકો સાથે મિત્રતા ના કરો, અને આવા લોકો થી દૂર રહો.
આ પણ વાંચો:જાણો વેલેન્ટાઇન ડેનો ઇતિહાસ,લોકો શા માટે ઉજવે છે આ દિવસ
આ પણ વાંચો:જાણો વેલેન્ટાઇન ડેનો ઇતિહાસ,લોકો શા માટે ઉજવે છે આ દિવસ
આ પણ વાંચો:વિશ્વમાં આ 7 સ્થળો લવ લોક માટે ફેવરિટ ગણાય છે, પ્રોમિસ ડે પર વિતાવે છે અહીં સમય