ત્રિવેન્દ્રમ,
કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે આવેલા પુર અને ભૂસ્ખલનના લીધે કેરળ છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહ્યું છે.
"Death toll due to floods in Kerala has risen to 324. 223139 people are in about 1500+ relief camps" tweets Kerala Chief Minister Pinarayi Vijayan. #KeralaFloods (File pic) pic.twitter.com/UYflDorzBx
— ANI (@ANI) August 17, 2018
કેરળમાં પડી રહેલા સતત વરસાદના કારણે બનેલી અલગ-અલગ ઘટનાઓમાં અત્યારસુધીમાં ૩૨૪ લોકોના મોત થઇ ચુક્યા છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું છે કે, રાજ્યના ૪ જિલ્લામાં પુરની સૌથી ભયાનક છે.
કેરળમાં પુરના કારણે સૌથી વધુ પ્રભાવિત થયેલા જિલ્લાઓમાં અલાપ્પુજા, અર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસુર શામેલ છે. આ જિલ્લાઓમાં પંપા, પેરિયાર અને ચાલાકુળી નદીઓએ કહેર મચાવ્યો છે.
Kerala: Visuals of a flooded road in Alappuzha's Chunakkara village #KeralaFlood pic.twitter.com/bgm9iqSHXm
— ANI (@ANI) August 17, 2018
રાજ્યમાં આવેલા વિનાશક પુરના કારણે અત્યારસુધીમાં ૮૦૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થઇ ચુક્યું છે, તેમજ અંદાજે ૨ લાખ ૨૩ હજાર લોકોને ૧૫૬૮ રાહત કેમ્પમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શુક્રવાર રાત્રે કેરળ પહોંચી શકે છે અને તેઓ શનિવારે રાજ્યના પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરવાના છે.
અત્યારસુધીમાં બચાવવામાં આવ્યા ૧૭૬૪ લોકો

કેરળમાં આવેલા વિનાશક પુરના કારણે સેનાની ત્રણેય ટુકડીઓ આર્મી, નેવી અને એરફોર્સની સાથે સાથે NDRF અને કોસ્ટગાર્ડની ટીમોને પણ રાહત અને બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડની ૪ કેપિટલ શિપ કોંચી પહોચ્યા છે અને તે ડિજાસ્ટર અને રિલીફ ટીમ સાથે કામ કરશે. આ પહેલા ૨૪ ટીમો પહેલાથી જ પુર પ્રભાવિત ગામોમાં લગાવવામાં આવી છે. અત્યારસુધીમાં આ ટીમો દ્વારા ૧૭૬૪ લોકોને બચાવવામાં આવ્યા છે, જયારે ૪૬૮૮ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત વાયુસેના દ્વારા હેલિકોપ્ટર પ્રભાવિત વિસ્તારોમાં લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થાનો પર પહોચાડવામાં આવી રહ્યા છે.

ભારે વરસાદના કારણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જોતા રાજ્યની તમામ શૈક્ષણિક સસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જયારે યુનિવર્સીટીમાં પરીક્ષાઓ પણ સ્થગિત કરવામાં આવી છે.
રેલ્વે સેવા પણ થઇ બાધિત
સતત વરસાદના કારણે ઉભી થયેલી વિકટ પરિસ્થિતિને જોતા કોંચી એરપોર્ટ પર શનિવાર સુધી વિમાનોની ઉડાન પર બ્રેક લગાવવામાં આવી છે, સાથે સાથે કોંચી મેટ્રો સેવા પણ બંધ કરવામાં આવી છે. સાથે સાથે અરીયંકવું – તેનમલઇ વચ્ચે સેનકોટ્ટાઈ-પુનલુર રેલ્વે ટ્રેક પર ભૂસ્ખલન હોવાના કારણે દક્ષિણ જિલ્લામાંથી આવનારી અને જનારી ટ્રેનો પૂરી રીતે અથવા તો આંશિક રૂપથી રદ્દ કરવામાં આવી છે.
