Aaj nu Rashifal/ મંગળનું મૃગશિરા નક્ષત્રમાં મહાગોચર: 24 જુલાઈથી આ 4 રાશિઓના ભાગ્ય ચમકશે, નાણાકીય લાભ અને પ્રગતિના યોગ

24 જુલાઈ 2026ના રોજ મંગળ (Mars)ગ્રહ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. 12 ઓગસ્ટ સુધી ચાલનારા આ ગોચરથી મેષ, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોને ધન, કારકિર્દી અને સંપત્તિમાં અપાર સફળતા મળશે.

Aaj Nu Rashifal Religious Rashifal Trending Dharma & Bhakti
Transit of Mars in Mrigashira

ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ (Mars)દેવ 24 જુલાઈ 2026 ના રોજ વહેલી સવારે 03:29 વાગ્યે પોતાના જ સ્વામિત્વ ધરાવતા મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. મંગળ ગ્રહ 12 ઓગસ્ટ 2026 સુધી આ નક્ષત્ર (Nakshatr)માં બિરાજમાન રહેશે.

જ્યોતિષમાં મંગળને સાહસ, પરાક્રમ, જમીન-સંપત્તિ, ઊર્જા અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે, જ્યારે મૃગશિરા નક્ષત્ર નવી શોધો, નિર્ભયતા અને ઉત્સાહનું પ્રતિક છે. મંગળનું પોતાના જ નક્ષત્રમાં સંક્રમણ થવાથી તેની ક્ષમતામાં ગુણાત્મક વધારો થાય છે, જેના પરિણામે કેટલીક રાશિના જાતકોને ધનલાભ, કારકિર્દીમાં ઉચ્ચ પદ અને સિદ્ધિઓ પ્રાપ્ત થશે.

Mars

આ 4 ભાગ્યશાળી રાશિઓને મળશે અપરંપાર લાભ

મેષ રાશિ : 

મેષ  (Aries)રાશિના જાતકો માટે મંગળ(Mars)નું આ નક્ષત્ર પરિવર્તન અત્યંત ફળદાયી

મેષ  (Aries)રાશિના જાતકો માટે મંગળનું આ નક્ષત્ર પરિવર્તન અત્યંત ફળદાયી સાબિત થશે.

કારકિર્દી અને આર્થિક પાસું: નોકરીયાત વર્ગને હોદ્દામાં બઢતી, નવી જવાબદારીઓ અથવા મનપસંદ પ્રોજેક્ટ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને જૂના અટકેલા નાણાં પરત મળશે.

વ્યવસાય:  નવો બિઝનેસ શરૂ કરવા માંગતા લોકો માટે આ સમયગાળો ખૂબ જ અનુકૂળ છે.

અન્ય ફળ: ધાર્મિક કાર્યક્રમોમાં રૂચિ વધશે અને નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે.

સિંહ રાશિ :

સિંહ રાશિ (Leo Zodiac Sign)ના જાતકો માટે આ ગોચર શુભ સમાચાર લઈને આવશે.

નોકરી અને વેપાર: લાંબા સમયથી ટ્રાન્સફર કે નવી નોકરીની રાહ જોઈ રહેલા લોકોને સફળતા મળશે. વેપારીઓને મોટી ડીલ કે મોટો કોન્ટ્રાક્ટ મળવાના પૂર્ણ યોગ છે.

માન-સન્માન: કાર્યસ્થળ પર તમારા કામની સરાહના થશે. સમાજમાં પદ-પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ :

વૃશ્ચિક (Scorpio) રાશિના સ્વામી મંગળ પોતે હોવાથી આ જાતકોના આત્મવિશ્વાસમાં બમણો વધારો થશે.

સ્પર્ધાત્મક પરીક્ષા અને શિક્ષણ:  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ સાબિત થશે.

વિદેશ યોગ અને સંપત્તિ: વિદેશ પ્રવાસ કે વિદેશથી જોડાયેલા કામકાજમાં સફળતા મળશે. આ ઉપરાંત સંપત્તિ કે જમીન-મકાનના વિવાદોનો ઉકેલ આવશે. મોટા અધિકારીઓનો પૂર્ણ સહયોગ મળશે.

મકર રાશિ :

મકર (Capricorn) રાશિના જાતકોને ધન અને કારકિર્દી બંને ક્ષેત્રે મોટો ફાયદો થશે.

દેવામાંથી મુક્તિ: જૂના કરજ કે દેવામાંથી રાહત મળશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

વેપાર અને સફળતા: અટકેલી યોજનાઓ ફરી ગતિ પકડશે અને વ્યવસાયમાં બમણો નફો થશે. કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન મેળવવાની તકો સર્જાશે.

24 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીનો સમયગાળો મેષ, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિના જાતકો માટે ભાગ્યોદય કરનારો રહેશે. સાચા આયોજન અને મહેનતથી આ સમયનો મહત્તમ લાભ લઈ શકાશે.


આ પણ વાંચો :શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિની વક્રી ચાલ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર?

આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોનો વેપાર ધંધો આસમાને પહોચશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…