Dharm & Bhakti: વૈદિક જ્યોતિષ અનુસાર, ભૌતિક સુખ, વૈભવ, પ્રેમ અને કળાના કારક શુક્ર ગ્રહ 22 ફેબ્રુઆરી 2026ના રોજ અર્થાત્ આજે નક્ષત્ર પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. આજ રોજ શુક્ર પૂર્વભાદ્રનક્ષત્રમાં પ્રવેશ કરશે (Shukra Gochar, 22 February 2026) અર્થાત્ ગુરુના નક્ષત્રમાં આ શુક્ર ગોચર થશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, ગુરુના નક્ષત્રમાં શુક્રનું ગોચર કેટલીક રાશિઓ માટે વિશેષ શુભ પરિણામોનો સંકેત છે.
શુક્ર ગોચર (Shukra Gochar, 22 February 2026) નો પ્રભાવ
આ પરિવર્તનથી ખાસ કરીને વૃષભ, કુંભ અને તુલા રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન, આર્થિક સ્થિતિ મજબૂત (Economy Strong) બનશે અને ખુશીઓમાં વૃદ્ધિ થવાના સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે.

વૃષભ રાશિ- આર્થિક મજબૂતી અને કૌટુંબિક સુખ
વૃષભ રાશિ (Vrushabh Rashi)ના સ્વામી ગ્રહ સ્વયં શુક્ર (Shukra Grah) હોવાથી આ નક્ષત્ર પરિવર્તન આ રાશિના લોકો માટે વિશેષ પ્રભાવશાળી રહેશે. ફેબ્રુઆરીનો આખરી સપ્તાહ આર્થિક દ્રષ્ટિએ લાભકારક સિદ્ધ થઇ શકે છે. અગાઉ કરવામાં આવેલા રોકાણોથી ઉત્તમ રિટર્ન મળવાની સંભાવનાઓ છે. વેપારી વર્ગની નવીન યોજનાઓ સફળ થઇ શકે છે અને કારોબોર વિસ્તારના યોગ રચાઇ શકે છે. કૌટુંબિક જીવનમાં સુખદ સમાચાર મળી શકે છે. ખાસ કરીને, સંતાન પક્ષથી ખુશખબર મળવાના યોગ છે. કુંવારા જાતકોના જીવનમાં પ્રણય સંબંધની શરુઆત થઇ શકે છે.

કુંભ રાશિ- પ્રેમ જીવનમાં પ્રગાઢતા અને ધન સંચયમાં વૃદ્ધિ
કુંભ રાશિ (Kumbh Rashi)માં જ શુક્ર ગ્રહનું નક્ષત્ર પરિવર્તન થવા જઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર અને શનિમાં મિત્રતાનો સંબંધ છે આથી આ રાશિના જાતકોને ફાયદો થઇ શકે છે. વેપારીઓને મહિનાના આખરી સપ્તાહમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રણય સંબંધો દ્રઢ બનશે અને લગ્નની સંભાવના વધી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવવાની અને બચતમાં વૃદ્ધિ થવાના સંયોગો રચાવા જઇ રહ્યા છે. યોગ અને ધ્યાનના માધ્યમથી સ્વાસ્થ્ય લાભ થશે.

તુલા રાશિ- અજ્ઞાત સ્ત્રોતથી ધન લાભ
તુલા રાશિ (Tula Rashi) પણ શુક્રની સ્વામીત્વ ધરાવતી રાશિ છે. આ નક્ષત્ર પરિવર્તનથી આ રાશિના જાતકોને ઘણા ક્ષેત્રોમાં લાભ થઇ શકે છે. અજ્ઞાત સ્ત્રોતથી ધન લાભના પણ સંકેત છે. ઉધાર આપેલા નાણા પરત મળી શકે છે. પ્રતિસ્પર્ધી કસોટીઓમાં પરિણામ અનુકૂળ રહેશે. સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે અને પ્રભાવશાળી લોકો સાથે તમારા સંપર્ક સ્થાપિત થઇ શકે છે. કેરિયરમાં મિત્રો અથવા સહયોગીઓની સહાયથી સકારાત્મક પરિવર્તનની સંભાવના છે. સ્વાસ્થ્યની બાબતે તમારો સમય અનુકૂળ રહેશે.

પૂર્વભાદ્રપદ નક્ષત્ર (Purvabhadrapad Nakshatra)માં શુક્રનો પ્રવેશ ગુરુ અને શુક્રની સંયુક્ત ઊર્જાનો પ્રભાવ લઇને આવશે. આ સંયોજન ભૌતિક સુખ-સુવિધાઓની સાથોસાથ સામાજીક પ્રતિષ્ઠા અને આર્થિક સ્થિરતામાં પણ વધારો કરી શકે છે. જો કે, વ્યક્તિગત કુંડળીના આધારે પરિણામોમાં અંતર સંભવ છે. આથી કોઇ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા અગાઉ વિશેષજ્ઞ જ્યોતિષવિદ્ ની સલાહ લેવી.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ગણેશજીની કૃપાપ્રાપ્તિ માટે કરો દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીએ આ પૂજા વિધિ…દરેક વિધ્ન-અંતરાયો થશે દૂર…
આ પણ વાંચો: કઠિન સંજોગો સામે લડવાની હિંમત મળશે…શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7 પ્રેરણાદાયી કથન…
આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…
