Lifestyle: શાસ્ત્રોક્ત રીતે, પૂજા-પાઠમાં પ્રદક્ષિણાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જમણાને દક્ષિણ પણ કહેવામાં આવે છે એથી જ, હિન્દુ સનાતન ધર્મ તથા બૌદ્ધ ધર્મમાં કોઈ પણ પ્રતિમા, મંદિર, અવશેષ અથવા તો પવિત્ર વસ્તુની આસપાસ શ્રધ્ધાપૂર્વક ગોળ ફરતે ચક્કર લગાવવાની ક્રિયાને પ્રદક્ષિણા એવું નામ આપવામાં આવ્યુ છે. એવી માન્યતા છે કે, દેવી-દેવતાની શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરવાથી ભકતોનું જીવન ઉલ્લાસમય બની રહે છે અને એમના જીવનમાં સકારાત્મકતાનું આગમન થાય છે.

હિન્દુ સનાતન ધર્મ (Hindu Religion)માં વિધિ-વિધાનપૂર્વક (According to Rituals)પૂજા કરવાનું મહત્વ અનેરું છે. ભાવિક ભક્તો (Devotees)એમના આરાધ્ય દેવ (Deity)ને પ્રસન્ન કરવા માટે અને વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે એમની શ્રધ્ધાપૂર્વક આરાધના કરે છે. ભગવાનની પૂજા કરતી વખતે અર્પણ કરવામાં આવતા ફળ, ફૂલ, પ્રસાદ વગેરે ઉપરાંત, પ્રદક્ષિણા (Circumambulate)કરવાનું પણ એટલું જ મહત્વ હોય છે. પ્રદક્ષિણા કરતી વખતે ભગવાનન સતત સ્મરણ કરવું જોઇએ તથા મંત્રજાપ કરવો જોઇએ. સાચા હૃદયથી કરવામાં આવતી પ્રદક્ષિણાના ફળસ્વરુપે, વ્યક્તિના જીવનમાં પવિત્રતાનો સંચાર થવા ઉપરાંત, સકારાત્મકતા (Positivity) અને શાંતિ (Peace)નું આગમન થાય છે. આપણે સૌ પ્રદક્ષિણા તો કરીએ છીએ પણ એ નથી જાણતા કે, કયા દેવી-દેવતાની કેટલી પ્રદક્ષિણા કરવી જોઇએ? તો ચાલો જાણીએ કે, ધાર્મિક માન્યતાનુસાર કયા ભગવાનની કેટલી સંખ્યામાં પ્રદક્ષિણા કરવી શુભ ગણાય છે? પરંતુ, એ પહેલા જાણીએ કે પ્રદક્ષિણા કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઇએ?
પ્રદક્ષિણા સમયે કરવો આ મંત્રજાપ
તમારા પાપ-પુણ્યના ખાતામાં પુણ્યનો સંચય કરવા માટેનો અત્યંત લાભદાયક અને પુણ્યશાળી ઉપાય છે પ્રભુનો મંત્રજાપ! શાસ્ત્રોક્ત માન્યતાનુસાર, તમારા આરાધ્ય દેવી-દેવતાની પ્રદક્ષિણા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઇએ, જેથી એનું સકારાત્મક ફળ વ્યક્તિને પ્રાપ્ત થઇ શકે.
“યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ,
તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે…”
કયા દેવની કેટલી પ્રદક્ષિણા?
ધાર્મિક માન્યતાનુસાર, સાક્ષાત દેવ સૂર્ય ભગવાન (Surya)ની સાત, ભગવાન શ્રી વિષ્ણુ (Vishnu)ની પાંચ, વિધ્નહર્તા ગણપતિ (Ganesh)ની ચાર, બજરંગબલી હનુમાન (Hanuman)ની ત્રણ, આદિશક્તિ મા દુર્ગા (Durga)ની એક, ભગવાન શિવ (Shiv)ની અડધી પ્રદક્ષિણા તથા પીપળાના વૃક્ષ (Peapal Tree)ની 108 પ્રદક્ષિણા કરવાનું અતિ શુભ માનવામાં આવે છે.

શી રીતે કરવી પ્રદક્ષિણા?
શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પ્રદક્ષિણા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષીય મતાનુસાર, પ્રદક્ષિણા હંમેશાં ઘડિયાળના કાંટા જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં (Clockwise) કરવી જોઇએ. અવળી દિશામાં પ્રદક્ષિણા કરવાની ભૂલ ન કરવી જોઇએ. આ દરમિયાન, શ્રદ્ધાળુએ સતત ભગવાનના નામનો જાપ અથવા તો મંત્રજાપ કરતા રહેવું જોઇએ. આ ઉપરાંત, ધાર્મિક માન્યતા મુજબ, પ્રદક્ષિણા કરવાથી જીવનમાં આવતી અડચણો દૂર થાય છે, નકારાત્મક શક્તિઓ નાશ પામે છે અને મનુષ્યને પાપકર્મોથી મુક્તિ મળે છે. આ ઉપરાંત, જીવનમાં સકારાત્મકતા અને શુભ ફળોનું આગમન થાય છે.
આ પણ વાંચો:ગણેશોત્સવ ક્યારે મનાવવામાં આવશે? જાણો સાચી સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત…
આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો
