Lifestyle: Sesameના સેવનથી ઠંડીની ઋતુમાં શરીરને અંદરથી ગરમાવો મળી શકે છે. શિયાળાની ઋતુ (Winter Season) માં શરીરને હૂંફ અને વધારાના પોષણ (Nutrition)ની જરુર પડતી હોય છે. આ સંજોગોમાં, કુદરતે ઠંડીની મોસમમાં આપણને રક્ષણ આપે એ માટે ઘણી બક્ષિસ પ્રદાન કરેલી છે જે પૈકી એક છે તલ…! તે બે પ્રકારના હોય છે, કાળા અને સફેદ, આ બંને પ્રકારના તલમાંથી કેલ્શિયમ, આયર્ન, ફાઇબર અને હૅલ્ધી ફેટ ભરપૂર માત્રામાં મળી આવે છે.
શિયાળો એટલે ફૂલગુલાબી મોસમ
શિયાળાની મોસમ…લગભગ મોટા ભાગના લોકોની આ પ્રિય ઋતુ હોય છે કારણ કે એમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને નવી ઊર્જા (Energy), હૂંફ અને પોષણ મેળવવા માટે ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજનો તમામ લોકોના ઘરમાં બનતા જોવા મળે છે.
આ ફૂલગુલાબી મોસમમાં શરીરને અધિક ઊર્જા, હૂંફ અને પોષણની જરુર રહે છે. આ તમામની પૂર્તિ એના સેવનથી પૂર્ણ થઇ શકે છે. વાસ્તવમાં, તલને શિયાળુ સુપર ફૂડ (Super Food) કહેવાય છે. એમાંથી કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક, ફાઇબર ઉપરાંત, હૅલ્ધી ફેટ્સ (Calcium, iron, fiber & healthy fats) પણ ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે.
ઠંડીની ઋતુમાં શરીરને અંદરથી ગરમ રાખવા ઉપરાંત, ત્વચા અને પાચન માટે પણ તે ઘણા લાભકારક સિદ્ધ થાય છે. આ સંજોગોમાં તમે તમારા રોજિંદા આહારમાં Sesameને સામેલ કરીને એનો ફાયદો મેળવી શકો છો. આ માટે અહિં 4 સરળ અને અસરકારક ટિપ્સ (Tips) જણાવીશું જેને ફૉલો કરીને તમે ગુણકારી તલના ફાયદા મેળવી શકશો.
શિયાળામાં તલ (Sesame)ને ડાયેટમાં સામેલ કરવાની 4 ટિપ્સ

1. તલ-ગોળના લાડુ ખાવા
શિયાળાની ઠંડી ઋતુમાં Sesame અને ગોળનો ઉપયોગ કરીને એના લાડુ બનાવીને દરરોજ ખાવાથી ઇમ્યૂનિટી બુસ્ટ (Immunity booster) થાય છે. મોટા ભાગના લોકો એને ઘણા પસંદ કરે છે. આ બંને પદાર્થ શરીરને વિશેષ ગરમાવો આપવા સક્ષમ છે. બાળકો (Children)ના તો એ ફેવરિટ હોય છે. એની રેસિપી (Recipe) જોઇએ તો, સૌપ્રથમ સાફ કરીને તાવડીમાં શેકી લેવા. પછી એને કાઢી લઇને એ તાવડીમાં સહેજ ઘી અને ગોળનો પાયો બનાવવો અને શેકેલા તલ એમાં ઉમેરીને મિક્સ કરવા. એક પ્લેટમાં આ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે હાથ પર પાણી લગાવતા જઇને મિશ્રણના લાડુ વાળી લેવા. આ લાડુ (Til gud laddu)ના સેવનથી ભરપૂર એનર્જી પ્રાપ્ત થાય છે.

2. તલની ચટણી બનાવીને ખાવી
તમે Sesameની ચટણી (Til ki chatni) બનાવીને પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. આ માટે તમારે એને શેકીને લસણ, લીલા મરચાં અને સ્વાદાનુસાર મીઠું મિક્સ કરીને ખલ અથવા મિક્સરમાં વાટી લેવું. તમારી ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર થઇ જશે! આ ચટણીના સેવનથી પાચન બહેતર બને છે.

3. તલના તેલનો આહારમાં ઉપયોગ કરો
આહાર નિષ્ણાતોના મતે આ તેલ (Sesame oil) શ્રેષ્ઠ ગણાય છે. એના સેવનથી હાર્ટ હૅલ્થ (Heart Health) મજબૂત રહે છે અને પાચન તંત્રની સમસ્યાઓ પણ થતી નથી. શિયાળામાં આ ગુણકારી તેલમાં વાનગીઓ બનાવીને ખાવાથી શરીરમાં અંદરથી ગરમાવો પ્રાપ્ત થાય છે તથા સાંધાની પીડા અને સોજા રહેતા હોય તો એમાં આરામ મળે છે. શિયાળા (Winter)માં ગરમાગરમ અને તળેલી વાનગીઓ (Fried Dishes) ખાવાની ઘણી જ મજા પડે છે! જો તમે નાસ્તામાં કશુંક ટેસ્ટી અને હૅલ્ધી (Tasty & Healthy) ખાવા માગતા હો તો એમને આ તેલમાં બનાવીને ખાવું સ્વાસ્થ્યપ્રદ રહેશે.
4. સલાડ અને સ્નેક્સના સ્વરુપે ખાવા
આને શેકીને તમારે Sesame ને એક જારમાં ભરી રાખવા. સલાડ કે સૂપ (Salad or Soup)માં તમે એને ઉમેરીને ખાઇ શકો છો. એનો ક્રન્ચી ટેસ્ટ ઘણા લોકોને પસંદ પડે છે. તલમાં રહેલા ફાઇબરનો ગુણ તમારા પાચન તંત્રને સુચારુ રાખવામાં મદદ કરે છે. સફેદ અથવા કાળા એમ બંને પ્રકારને તમે અનેક વાનગીઓમાં જેવી કે ઢોકળા, મૂઠિયા, ખાંડવી વગેરે પર વધારમાં ઉમેરીને ખાઇ શકો છો એનાથી સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં વૃદ્ધિ થશે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: શું તમે પણ શિયાળામાં ડ્રાય ફ્રૂટ્સ ખાવામાં આ ભૂલ કરો છો?”
આ પણ વાંચો: આમળાનો સ્વાદ પસંદ નથી તો…શિયાળામાં આયુર્વેદના આ ‘અમૃતફળ’નું સેવન કરવાની 7 ટિપ્સ…
આ પણ વાંચો: શિયાળામાં હદથી વધારે સીંગદાણા ન ખાશો…કિડની લિવરની હૅલ્થ પર આડ અસરો થઇ શકે છે..!
