Lifestyle/ શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!

ઠંડીની સિઝનમાં દરરોજ ગોળ ખાવો જોઇએ અને જેમને ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય એમના માટે તો ગોળ ઉત્તમ ઓપ્શન છે. પ્રસ્તુત છે ગોળની 5 અનોખી રેસિપી…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: શિયાળા (Winter)ની ઠંડી ઋતુનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને આ ઋતુમાં તમારા રોજીંદા આહાર (Diet)માં તમારે ગોળને અવશ્ય સામેલ કરવો જોઇએ. અહિં અમે તમારા માટે લઇને આવ્યા છીએ 5 અનોખી રેસિપી (Recipe)…જેમાં ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો હોય! આ સરળ રેસિપી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, અત્યંત સ્વાસ્થ્યવર્ધક પણ છે!

ઠંડીની સિઝનમાં દરરોજ ગોળ (Jaggery) ખાવો જોઇએ અને જે લોકોને ગળ્યું ખાવાની ક્રેવિંગ (Craving) થાય છે એમના માટે તો ગોળ ઉત્તમ ઓપ્શન છે. આમ જોઇએ તો જમ્યા પછી ગોળ ખાવો ઉત્તમ માનવામાં આવે છે એનાથી મોં તો મીઠું થાય છે અને જમવાનું પણ ઝડપથી પચી જાય છે. જો તમને ગોળ ખાવાનું પસંદ ન હોય તો અહિં અમે તમારા માટે લઇને આવ્યા છીએ 5 અનોખી રેસિપી…જેમાં ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો હોય! આ સરળ રેસિપી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, અત્યંત સ્વાસ્થ્યવર્ધક (Healthy) પણ છે!

ગોળ ખાવાની 5 ઉત્તમ રીત

1. ગોળ અને ઘી

જમ્યા પછી કંઇક ગળ્યું ખાવાનું મન તો થાય જ છે અને તમે ગોળને કેવળ પીગળે ત્યાં સુધી ઘી (Ghee)માં ગરમ કરીને રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે આ ગોળ સાથે તમે રોટલી (Roti) ખાઇ શકો છો અથવા ચૂરમાના લાડુ (Churma Laddu) બનાવી શકો છો. આ રીતે ખાવાથી પેટ પણ ભરેલું લાગે છે અને શરીરને ફાયદો થાય છે એ તો લટકામાં!

2. ગોળ અને સીંગદાણા

જો તમને એમ જ ગોળ ખાવાનું પસંદ ન હોય તો તમે આ રીતે ખાઇ શકો છો. થોડી મગફળી (Peanut)ને એમ જ તાવડીમાં શેકી લેવી અને ઠંડી કરીને એના ફોતરાં ઉડાડી દેવા. એક બાઉલમાં ગોળને ભાંગી લો. હવે ગોળ સાથે મગફળીને મિક્સ કરી લો. ટેસ્ટ વધારવા માટે એમાં 1 ચમચી દેશી ઘી મિક્સ કરી લો. જો તમે ઇચ્છો તો તાવડીમાં 1 ચમચી ઘી નાખીને ગોળને મિક્સ કરવો અને એ પીગળે એટલે ગૅસ બંધ કરીને એમાં સીંગદાણા મિક્સ કરી લો. એનો સ્વાદ ચિક્કી (Chikki)થી પણ સારો લાગશે અને એને ખાવાથી ઠંડીમાં તમને ભરપૂર ફાયદો મળશે.

3. ગોળ અને ચણા

શિયાળામાં ગોળ-ચણા (Gud-Chana) ખાવાથી તંદુરસ્તી વધે છે. ગોળ અને ચણાને તમે એકસાથે મિક્સ કરીને પણ ખાઇ શકો છો. નહિંતર તમે ચણાને પણ સીંગદાણાની જેમ ગોળ પીગાળીને મિક્સ કરીને રાખી શકો છો અને એ ખાવાથી તરત જ એનર્જી અને પોષણ (Energy & Nutrition) પ્રાપ્ત થશે.

4. ગોળ અને તલ

ગોળને તલ (Sesame) સાથે મિક્સ કરીને ખાવો પણ ઘણું જ ફાયદાકારક છે. તલને પણ એમ નેમ જ હળવા રોસ્ટ (Roast) કરી લેવા અને પછી થોડા ગ્રાઇન્ડ કરીને એમાં ભાંગેલો ગોળ મિક્સ કરી લો. એ સિવાય 1 ચમચી દેશી ઘીમાં પણ ભાંગેલા કે સમારેલા ગોળને પીગાળીને એમાં શેકેલા તલ સારી રીતે મિક્સ કરી લો. આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક આહાર છે.

5. ગોળનું ચૂરમું

કોઇ દિવસે તમારું શાક બનાવવાનું મન ન હોય તો તમે ગોળ રોટલીનું ચૂરમું (Gud roti Churma) બનાવીને પણ ખાઇ શકો છો. આ માટે, ઘઉં, બાજરી, મકાઇ (Wheat, Millet, Corn) વગેરે ગમે તે લોટમાંથી રોટલી બનાવી લેવી. આમાં વધેલી રોટલી પણ ચાલશે. આ રોટલીઓને મિક્સરમાં ઝીણી ગ્રાઇન્ડ કરી લેવી અથવા તો હાથથી બારીક ભૂકો કરી લેવો. હવે ગોળને પ્રમાણસર માત્રામાં લઇને રોટલી સાથે મિક્સ કરીને ભેળવી લો અને પછી ગરમ ઘી ઉમેરીને એને ખાઓ. તમે ઇચ્છો તો એમાં રોસ્ટેડ ડ્રાય ફ્રુટ્સ (Dryfruits) પણ ઉમેરી શકો છો. આ હૅલ્ધી વાનગીથી તમારું પેટ આરામથી ભરાઇ જશે અને ખાવામાં અનેરો આનંદ આવશે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…

આ પણ વાંચો: ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…

આ પણ વાંચો: બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ…સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ કોમ્બિનેશન, નાના-મોટાં સૌની પસંદ રેસિપી..!