Business News/ ગેરંટી વગર મળશે બિઝનેસ લોન! કેબિનેટ ટૂંક સમયમાં લેશે ₹2.5 લાખ કરોડનો નિર્ણય, જાણો લેટેસ્ટ અપડેટ

નાણા મંત્રાલયે નાના ઉદ્યોગો અને એવિએશન સેક્ટર માટે ₹2.5 લાખ કરોડની ક્રેડિટ ગેરંટી યોજનાને મંજૂરી આપી છે. ગેરંટી વગર Loan આપતી આ યોજના અને તેનાથી થતા ફાયદા વિશે વાંચો સંપૂર્ણ વિગત.

Top Stories Trending Business
Loan

Business Loan Update India:  નાણા મંત્રાલયે દેશના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) અને એવિએશન સેક્ટરને મોટી રાહત આપતા ₹2.5 લાખ કરોડના ખર્ચને મંજૂરી આપી દીધી છે. આ સ્કીમ હેઠળ કોઈ પણ ગેરંટી વગર બેંક લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાણા મંત્રાલયની વ્યય સમિતિ (EFC) ની મંજૂરી બાદ હવે આ પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મોકલવામાં આવ્યો છે, જ્યાં ટૂંક સમયમાં તેના પર અંતિમ મહોર લાગશે.

કોને મળશે આ યોજનાનો લાભ?

આ યોજના મુખ્યત્વે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવના કારણે આર્થિક દબાણ અનુભવી રહેલા ક્ષેત્રો માટે છે:

MSME સેક્ટર: નાના અને મધ્યમ ઉદ્યોગોને પોતાનો વ્યવહાર ચાલુ રાખવા અને રોકડની અછત દૂર કરવા માટે લોન અપાશે.

એવિએશન સેક્ટર: ઈંધણના વધતા ભાવ અને વૈશ્વિક તણાવને કારણે સંકટમાં રહેલી એરલાઈન્સ માટે ખાસ જોગવાઈ કરાઈ છે.

આયાત-નિકાસ ઉદ્યોગ: એવા ઉદ્યોગો જે કાચા માલની આયાત પર નિર્ભર છે અને સપ્લાય ચેઈન ખોરવાતા આર્થિક મુશ્કેલીમાં છે.

ECLGS યોજનાનું વિસ્તરણ

આ પ્રસ્તાવિત યોજના વર્ષ 2020 માં કોવિડ-19 દરમિયાન શરૂ કરવામાં આવેલી ‘ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ’ (ECLGS) જેવી જ હશે.

ઉદ્દેશ્ય: સરકાર ઈચ્છે છે કે વધતા ખર્ચ (Loan) અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે કોઈ પણ ઉદ્યોગ લોન (Loan)  ચૂકવવામાં ડિફોલ્ટ ન થાય અને તેમને સતત ધિરાણ મળતું રહે.

બજેટ: ₹2.5 લાખ કરોડની આ રકમ સપ્લાયમાં અવરોધ અને વધતા ઇનપુટ ખર્ચના દબાણને ઘટાડવા માટે વાપરવામાં આવશે.

કેમ પડી રહી છે આ યોજનાની જરૂર?

પશ્ચિમ એશિયાના સંકટને કારણે વૈશ્વિક બજારમાં કોમોડિટીના ભાવ વધ્યા છે અને ટ્રેડ ફ્લો પ્રભાવિત થયો છે. આ પરિવર્તનને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ઉદ્યોગો સામે નવા પડકારો ઉભા થયા છે, જેનો સામનો કરવા સરકાર આ આર્થિક (Loan) કવચ પૂરું પાડી રહી છે.


આ પણ વાંચો : આઠમા પગાર પંચની કામગીરી તેજ, ₹18,000 ના બદલે હવે ₹69,000 થશે પગાર?