8th Pay Commission Update 2026: દેશના 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચ (8th Pay Commission) ને લઈને અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. પગાર પંચની ટીમે હવે ગ્રાઉન્ડ લેવલ પર કર્મચારી યુનિયનો સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. 28 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજાવાની છે, જે પગાર વધારાની દિશા નક્કી કરી શકે છે.
પગારમાં ઐતિહાસિક ઉછાળો: ફિટમેન્ટ ફેક્ટર પર નજર
કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચ (NC-JCM) દ્વારા સરકાર સમક્ષ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.833 કરવાની માંગ કરવામાં આવી છે. જો આ માંગ સંતોષાય તો:
લઘુતમ પગાર: અત્યારનો લઘુતમ બેઝિક પે ₹18,000 થી સીધો વધીને ₹69,000 થઈ શકે છે.
ગણતરીમાં ફેરફાર: મોંઘવારી ભથ્થા (DA) ની ગણતરી માટે છેલ્લા 12 મહિનાની સરેરાશને આધાર બનાવવાનું સૂચન કરાયું છે.
પરિવારના યુનિટમાં ફેરફાર અને અન્ય ભથ્થા (8th Pay Commission)
નવા પગાર પંચમાં (8th Pay Commission) ભથ્થાઓ નક્કી કરવા માટે પણ નવા માપદંડો અપનાવવામાં આવી શકે છે:
પરિવારના સભ્યો: અત્યાર સુધી 3 યુનિટના પરિવારને આધારે ભથ્થા નક્કી થતા હતા, જે હવે વધારીને 5 યુનિટના પરિવારના આધારે કરવાની માંગ છે.
સમીક્ષા: પંચ દ્વારા માત્ર બેઝિક સેલેરી જ નહીં, પણ હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA) અને અન્ય સેવા શરતોની પણ ઊંડી સમીક્ષા કરવામાં આવી રહી છે.
ક્યારે આવશે રિપોર્ટ?
જાન્યુઆરી 2025 માં રચાયેલા આ પંચે 18 મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સોંપવાનો છે. મે મહિનામાં મહારાષ્ટ્રના સંગઠનો સાથે મુલાકાત બાદ પંચ પોતાની ભલામણોને આખરી ઓપ આપશે. ત્યારબાદ જ સરકાર નવા પગાર ધોરણો લાગુ કરવા અંગે અંતિમ મહોર મારશે.
