Ahmedabad News/ ગાર્લિક બ્રેડમાં જીવડું : પીઝા શોપ વિરૂધ્ધ ફરિયાદ

ગ્રાહકે ઓર્ડર કરેલી ગાર્લિક બ્રેડમાં જીવડું(Insect) જોવા મળતાં રેસ્ટોરન્ટની સ્વચ્છતા પર સવાલો ઉઠ્યા છે

Gujarat Ahmedabad
સુરધારા સર્કલ નજીક આવેલી એક પીઝા શોપમાં ગ્રાહકને ગાર્લિક બ્રેડમાં જીવડું (Insect)મળતાં હંગામો મચ્યો હતો

Ahmedabad News :  અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. સુરધારા સર્કલ નજીક આવેલી એક પીઝા શોપમાં ગ્રાહકને ગાર્લિક બ્રેડમાં જીવડું (Insect)મળતાં હંગામો મચ્યો હતો. ટેરાનોવાસ પીઝા સેન્ટરમાં વકીલને આ કડવો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે.

ગાર્લિક બ્રેડમાં જીવડું (insect)જોવા મળતાં રેસ્ટોરન્ટની સ્વચ્છતા પર સવાલો

મળતી માહિતી મુજબ, ગ્રાહકે ઓર્ડર કરેલી ગાર્લિક બ્રેડમાં જીવડું જોવા મળતાં રેસ્ટોરન્ટની સ્વચ્છતા પર સવાલો ઉઠ્યા છે. સ્થળ પર અન્ય જગ્યાઓ પર પણ ગંદકી જોવા મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે ગ્રાહકે તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ સામે આવતા ખાદ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો : પીઝા ખાવાના શોખીનો સાવધાન ! હિંમતનગરમાં માર્ટીનોઝ પીઝામાંથી નીકળી માખી

આ પણ વાંચો : નડિયાદની તુલસી રેસ્ટોરન્ટમાં ફાફડામાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ

આ પણ વાંચો : અમદાવાદ બહારનું ખાવાના શોખીનો ચેતી જજો, ક્યાંક તમારી પ્લેટમાં પણ વેજની જગ્યા પર નોનવેજ ના આવી જાય