Sabarkantha News/ પીઝા ખાવાના શોખીનો સાવધાન ! હિંમતનગરમાં માર્ટીનોઝ પીઝામાંથી નીકળી માખી

સાબરકાંઠામાં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી ખાવામાંથી જીવાત નીકળવાનો કિસ્સો સામે આવ્યો. હિંમતનગરના માર્ટીનોઝ સ્ટોરના પીઝામાંથી જીવાત નીકળી.

Top Stories Gujarat Others

Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha)માં એક પ્રખ્યાત રેસ્ટોરન્ટ (Restaurant)માંથી ખાવામાંથી જીવાત (Pest) નીકળવાનો કિસ્સો સામે આવ્યો. હિંમતનગર (Himmatnagar)ના માર્ટીનોઝ સ્ટોર(Martino’s Pizza)ના પીઝા (pizza)માંથી જીવાત નીકળી. એક ગ્રાહકો પીઝા મંગાવ્યા હતા તેમાંથી માખી નીકળતા તેનો વીડિયો ઉતાર્યો અને ફરિયાદ કરી.

હિમંતનગરમાં એક ગ્રાહકે માર્ટીનોઝ સ્ટોરમાં પીઝાનો ઓર્ડર કર્યો હતો. જો કે ગ્રાહકે માર્ટીનોઝ સ્ટોરમાં પીઝાનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. ગ્રાહકે માર્ટીનોઝમાંથી 4 પીઝાનો ઓર્ડર કર્યો હતો. આ પિઝા ઘરે આવ્યા ત્યારે તેમાંથી માખી નીકળી હતી. ગ્રાહક પીઝામાંથી માખી નીકળવા મામલે માર્ટીનોઝ સ્ટોરના મેનેજર સાથે વાત કરી ત્યારે મેનેજરે કહ્યું કે તમે ઝમેટો પરથી પીઝા મંગાવ્યા છે તો પહેલા ત્યાં ફરિયાદ કરો. ગ્રાહક સાથે ફોન પર થયેલ વાતચીતમાં માર્ટીનોઝના મેનેજરે એમ પણ કહ્યું કે અમારા સ્ટોરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. આવું શકય નથી.

માર્ટીનોઝ સ્ટોરના મેનેજર પીઝામાંથી માખી નીકળવા મામલાને ગંભીરતાથી ના લેતા ગ્રાહકે ફૂડ એન્ડ ટ્રસ્ટ વિભાગમાં જાણ કરી. હવે આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ટ્રસ્ટ વિભાગના અધિકારી દ્વારા પૂછપરછ હાથ ધરાશે. જો કે ગ્રાહકને બીજા પીઝા મળ્યા કે નહી? તેમજ ગ્રાહકને પીઝા માંથી માખી નીકળવા બદલ માર્ટીનોઝ સ્ટોર અથવા તો ઝમેટો તરફથી બીજી સર્વિસ પૂરી પાડવામાં આવી હતી કે પછી ગ્રાહકને પૈસા પાછા આપવામાં આવ્યા જેવી તમામ બાબતો હજુ અપૂર્ણ છે. આ બાબતોની જાણકારી મળી નથી. સંભવત ફૂડ એન્ડ ટ્સ્ટ વિભાગ આ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી ઉચિત કામગીરી કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કાંકરિયામાં પીઝા ખાતા પહેલા સાવધાન,ભાજીપાઉં એન્ડ નાસ્તા સેન્ટરમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: નડિયાદની તુલસી રેસ્ટોરન્ટમાં ફાફડામાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ

આ પણ વાંચો: વડોદરા શહેરનું જગદીશ ફરસાણ ફરી વિવાદમાં