Unhygienic Food/ નડિયાદની તુલસી રેસ્ટોરન્ટમાં ફાફડામાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ

તુલસી રેસ્ટોરન્ટમાંથી મંકોડો નીકળતા ચકચાર મચી જવા પામી છે. યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો. લોકો હોટલની સ્વચ્છતાને લઈ સવાલો ઉઠાવી………

Top Stories Gujarat
Beginners guide to 2024 03 08T113938.915 નડિયાદની તુલસી રેસ્ટોરન્ટમાં ફાફડામાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ

Kheda News: રાજ્યમાં ફરી એકવાર રેસ્ટોરન્ટ તરફથી વેચવામાં કે પીરસવામાં આવતા ભોજનમાં ગંભીર બેદરકારી જોવા મળી છે. ખેડા જીલ્લાના નડિયાદની તુલસી રેસ્ટોરન્ટમાંથી મંકોડો નીકળતા ચકચાર મચી જવા પામી છે. યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો હતો. લોકો હોટલની સ્વચ્છતાને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. રેસ્ટોરન્ટની આવી ગંભીર બેદરકારીને કારણે ગ્રાહકોએ સંચાલકો પર ફિટકાર વરસાવી છે.

સ્વાસ્થ્ય સાથે ચેડા થવા એ હવે સામાન્ય ઘટના બની જવા લાગી છે. થોડા દિવસ અગાઉ જ અમદાવાદ શહેરના નિકોલમાં ડોમીનોઝ પીઝામાંથી માખી નીકળતા ચકચાર મચી હતી. નિકોલમાં એક ગ્રાહકે પિઝા મંગાવ્યો હતો. પેકેટ ખોલીને તેણે જોયું તો પિઝામાં માખી દેખાતા તે ચોંકી ઉઠ્યો હતો. પીઝામાંથી માખી નીકળતા પીઝા મંગાવનારા ગ્રાહકે ડોમીનોઝમાં ફરિયાદ કરી હતી. જોકે દુકાનદારે આ બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો.

એક તરફ ગુણવત્તાની વાતો થઈ રહી છે ત્યારે આ રીતે પિઝા, ફાફડામાંથી મંકોડા, માખી જેવી જીવાત નીકળતા હવે લોકોએ બહારનું ખાતા પહેલા 100 વખત વિચારવું પડશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફરી ગાંધીનગરથી ચૂંટણી લડશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, શું તેઓ આ વખતે તોડશે પાછલો રેકોર્ડ?

આ પણ વાંચો:કૌભાંડ, વધુ એક કોન્સ્ટેબલની પરીક્ષામાં સામે આવી ગેરરીતિ, જાણો શું છે આ મામલો

આ પણ વાંચો:અયોધ્યા ધામમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સાથે રામલલ્લાના કર્યા દર્શન