અમદાવાદ : શહેરમાં હીટવેવની શક્યતાને લઇ સ્કૂલ કમિશનરે તમામ DEOને પરિપત્ર આપ્યો. સ્કૂલ કમિશનરે હીટવેવને પગલે શાળાઓના સમયમાં ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. હિટવેવના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમની સંભાવના જોતા સ્કૂલ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. કમિશનર ઓફ સ્કુલ કચેરી દ્વારા જિલ્લાના તમામ deoને આ સૂચના આપતા પરિપત્ર આપ્યો છે. રાજ્યમાં અત્યારે હોળી તહેવારનો માહોલ છે. આગામી દિવસોમાં હોળી તહેવારમાં બદલાતા હવામાનના કારણે હિટવેવ જોવા મળી શકે. તો કયાંક વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
DEOને આપેલા પરિપત્રમાં વિદ્યાર્થીઓ શાળા પરિષદમાં છાયા વગર વૃક્ષો નીચે તમામ પ્રવૃત્તિ કરે અને હિટ વેવથી બચે તે માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે હિટવેવને લઈને આગાહી કરતા આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ વધશે. રાજ્યમાં હાલ હજુ ઠંડીનું સામાન્ય વાતાવરણ છે ત્યારે અચાનક ગરમીનો પારો વધતો જોવા મળ્યો. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 37 ડિગ્રી પંહોચી જતા પ્રશાસને પણ શાળાઓને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે રાજ્યમાં અત્યારે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થી છે. પરંતુ CBSE બોર્ડ અને ICA બોર્ડની શાળાઓ ચાલુ છે તો કેટલીક શાળાઓ હોળી તહેવાર બાદ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની આગાહી કરતા શાળાના સમયમાં ફેરફાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સ્કૂલ કમિશનરે તમામ DEOને શાળાઓને લઈને જરૂરી પગલા લેવા આદેશ જારી કર્યા છે. આ મામલે DEOએ પણ શાળાના આચાર્યોને પરિપત્ર જારી કરતા શાળાના સમયમાં ફેરફાર કરવા સહિતના પગલા લેવા તાકીદ કરી છે.
આ પણ વાંચોઃ IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર
આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી