Met Gala/ આલિયા ભટ્ટની સ્પેશિયલ મેટ ગાલા સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું

આલિયા ભટ્ટની કસ્ટમ એમ્બ્રોઇડરી કરેલી સાડીએ આ વર્ષની મેટ ગાલાની થીમ – “સ્લીપિંગ બ્યુટી: રીવેકનિંગ ફેશન” ડ્રેસ કોડ “ધ ગાર્ડન ઑફ ટાઈમ” પર આધારિત છે. અભિનેત્રીને અનૈતા શ્રોફે………….

Trending Entertainment
Image 2024 05 07T101326.066 1 આલિયા ભટ્ટની સ્પેશિયલ મેટ ગાલા સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું

New York News: બોલિવૂડની ગ્લેમગર્લ, અભિનેત્રી આલિયા ભટ્ટે ફરી એકવાર પોતાના મેટ ગાલામાં પોતાના આગવા લુકથી દુનિયાને ચોંકાવી દીધા છે. આલિયા ભટ્ટ કાર્પેટ પર ખૂબ જ શાનદાર શૈલીમાં પોઝ આપતા જોવા મળી હતી. ‘હાઈવે’ અભિનેત્રીએ તેના બીજા મેટ ગાલા દેખાવ માટે ડિઝાઈનર સબ્યસાચીની મિન્ટ ગ્રીન સાડી પસંદ કરી છે. તેને તેના લૂકને મેસી બન અને ઘરેણાંનાની નાની જોડ સાથે પોતાને નવો લૂક આપ્યો હતો, આ લૂકથી ફરી એકવાર ફેન્સ તેના દીવાના થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt (@aliaabhatt)

આલિયાએ તેના લૂકને પૂર્ણ કરવા માટે પિંક બ્લશ મેકઅપ કર્યો છે. આ સાથે જ તેના લુકને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આલિયા ભટ્ટ આ વર્ષે મેટ ગાલામાં પલ્લુ-ટ્રેન સાથે અદભૂત સબ્યસાચી ફ્લોરલ સાડી પહેરીને દેખાઈ છે. ઈન્ટરનેટ તેના લૂકને જોઈ ઓબ્સેસ્ડ થઈ ગયું છે.

આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પર સાડી હંમેશા હાજર દર્શકોને આનંદ આપતી હોય છે. ઈન્ટરનેટ પર તેના ચાહકો સાડીમાં જોઈ ફિદા થઈ ગયા છે. એક પ્રશંસકે લખ્યું કે, “એક દેશી સ્ત્રી પોતાના કાર્યક્રમમાં બધા ગોરા ખાઈ જશે.” “મેટ ગાલા 2024માં આલિયા ભટ્ટ વૈશ્વિક સ્તરે તેની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી સાડીમાં.”

આલિયા ભટ્ટની કસ્ટમ એમ્બ્રોઇડરી કરેલી સાડીએ આ વર્ષની મેટ ગાલાની થીમ – “સ્લીપિંગ બ્યુટી: રીવેકનિંગ ફેશન” ડ્રેસ કોડ “ધ ગાર્ડન ઑફ ટાઈમ” પર આધારિત છે. અભિનેત્રીને અનૈતા શ્રોફે સ્ટાઈલ કરી હતી.

આલિયા ભટ્ટનો મેટ ગાલા લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વર્ષની મેગા ઈવેન્ટમાં ભાગ લેનારી તે એકમાત્ર મોટી ભારતીય અભિનેત્રી છે. મેગેઝિન સાથે વાત કરતી વખતે, અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે તેની સાડીને બનાવવામાં 1965 કલાકનો સમય લાગ્યો. તે 163 કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે સંપૂર્ણપણે હાથથી બનાવેલું છે. તેણીએ તેની ડિઝાઇન માટે ડ્રેસ ડિઝાઇન કરનાર ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીને પણ ક્રેડિટ આપી હતી. આ સાડી જે ગાઉનનો લુક આપે છે તે ફ્રિન્જ સ્ટાઈલની સાડી છે.

શું છે મેટ ગાલા?

મેટ ગાલા એ ચેરિટી ઇવેન્ટ છે જે મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટની કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ભંડોળ એકત્ર કરે છે. તે દર વર્ષે વાર્ષિક પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં અત્યાર સુધીમાં 8 વખત તેનું આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટમાં સામાન્ય રીતે દર વર્ષે લગભગ 450 સહભાગીઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્ટાર્સ, યુવા સર્જકો અને ઉદ્યોગના અનુભવીઓનું સ્વાગત કરવામાં આવે છે. બ્લેક લાઇવલી, સારાહ જેસિકા પાર્કર, રીહાન્ના જેવા વિદેશી સ્ટાર્સ વર્ષોથી તેનો ભાગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિગ્ગજ અભિનેતા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે થયું નિધન

આ પણ વાંચો:કરોડો રૂપિયા ખર્ચવા છતાં 2 મહિનામાં બંધ થવા જઈ રહ્યો છે ‘કપિલ શર્મા શો’

આ પણ વાંચો:બોયફ્રેન્ડ સાથે ઝઘડા પછી હોટેલ માંથી ટોપલેસ બહાર આવી બ્રિટની સ્પીયર્સ,જાણો પછી શું થયું?

આ પણ વાંચો:શું તારક મહેતાના સોઢીએ પોતે ગાયબ થવાનું આયોજન કર્યું હતું ?,જાણો શું છે હકીકત