અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 નિમિત્તે ગુજરાતમાં આજે 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ. ભુપેન્દ્ર પટેલની સાથે અનેક ધારાસભ્યો અને કાર્યકરો પણ મતદાનમાં જોડાયેલા હતા.
ગુજરાતની કુલ 26 સીટમાં સુરતની સીટ બિનહરીફ થતાં 25 બેઠકોની લોકસભા ચૂંટણીની આજે મતદાન પ્રક્રિયા જારી છે. આ 25 બેઠક પર ભાજપ અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે.
VIDEO | Lok Sabha Polls 2024: Gujarat CM Bhupendra Patel, his family cast vote in Ahmedabad. #LokSabhaElections2024 pic.twitter.com/p3P3ONKxxJ
— Press Trust of India (@PTI_News) May 7, 2024
સીએમ ભુપેન્દ્ર પટેલે ભારતને વિકસિત દેશ બનાવવા મતદાન માટે અપીલ કરી હતી. ગાંધીનગરમાં મોટું મતદાન કરવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી. ભુપેન્દ્ર પટેલે અને તેમના દીકરા અનુજ પટેલે પણ મતદાન કર્યુ હતુ.
#WATCH | Ahmedabad: Gujarat CM Bhupendra Patel says, “The festival of democracy is being celebrated. The polling for the third phase is underway. I have also voted. It is our responsibility to vote. All of you should vote for ‘Ek Bharat, Shreshth Bharat’…” pic.twitter.com/Q2O7aJEv8R
— ANI (@ANI) May 7, 2024
આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ પાંચ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારો અને વિધાનસભા પેટાચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે.
Seriously ill son of Gujarat CM Bhupendra Patel casts his vote.
What’s your excuse? pic.twitter.com/hkfBH3HzgM
— News Arena India (@NewsArenaIndia) May 7, 2024
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કુલ 50,787 મતદાન મથકો છે. તેમા ગ્રામ્ય વિસ્તારમાં 33,475 મતદાન મથકો છે. જ્યારે શહેરી વિસ્તારમાં 17,202 મતદાનમથકો આવેલા છે. રાજ્યના 110 મતદાન મથકો એવા છે જ્યાં મતદારોની સંખ્યા 1,500થી વધારે છે. મતદાર સહાયક પૂરા પાડવા અને પાર્કિંગ તથા બેઠક વ્યવસ્થા સહિતની સગવડો પૂરી પાડવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-18 ખાતે રાજ્ય કક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત રાખવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં વહેલી સવારથી મતદાન પ્રક્રીયા શરૂ, કૃષિમંત્રી રાઘવજી પટેલ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલે નારણ પર ગામ મતદાન કર્યું સાથે જ લોકોને મતદાન કરવા અપીલ કરી
BJP candidate Parshottam Rupala prays ahead of voting in Gujarat. pic.twitter.com/XWkesjGoKF
— News Arena India (@NewsArenaIndia) May 7, 2024
ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ પણ મતદાન કર્યુ હતું. તેમણે મતદારોને લોકશાહીનું પર્વ ઉજવવા માટે વિનંતી કરી હતી. લોકોને પૂરી તાકાતથી મતદાન કરવા જણાવ્યું હતું. ભારતને નવા યુગમાં મૂકવા માટે મતદાન કરવા જણાવ્યું હતું.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પણ મતદાન કર્યુ હતુ. તેની સાથે તેમણે શહેરીજનોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મતદારોએ લોકશાહીના આ પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવી જોઈએ. મતદાન જેટલું વધારે થશે તેટલી લોકશાહી વધુ મજબૂત થશે. લોકોને વિકાસ માટે મત આપવા તેમણે અપીલ કરી હતી.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…