Raid/ ઝારખંડમાં મંત્રીના સચિવ અને નોકરની ધરપકડ, રૂપિયા 35 કરોડ જપ્ત

જ્યારે EDએ રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના સચિવ સંજીવ લાલ અને તેમના ઘરનો નોકર જહાંગીર આલમના ઘરે દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી ચલણી નોટોનો……..

Top Stories India Breaking News
Image 2024 05 07T093710.897 ઝારખંડમાં મંત્રીના સચિવ અને નોકરની ધરપકડ, રૂપિયા 35 કરોડ જપ્ત

Jharkhand News: ઝારખંડમાં મોટી રકમની રોકડની વસૂલાતના કેસમાં મોટી કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંત્રી આલમગીર આલમના સચિવ સંજીવ લાલ અને તેમના નોકર જહાંગીર આલમની ધરપકડ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે આ બંનેની અટકાયત કરવામાં આવી હતી અને પછી આખી રાત પૂછપરછ કર્યા બાદ PMLAની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

ગઈકાલે જ્યારે EDએ રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના સચિવ સંજીવ લાલ અને તેમના ઘરનો નોકર જહાંગીર આલમના ઘરે દરોડા પાડ્યા ત્યારે ત્યાંથી ચલણી નોટોનો સ્ટોક મળી આવ્યો હતો. આટલી મોટી રોકડ મળી આવ્યા બાદ નોટો ગણવા માટે બેંક કર્મચારીઓને નોટ કાઉન્ટીંગ મશીન સાથે બોલાવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ 6 સ્થળોએ દરોડા પાડી કુલ રૂપિયા 35.23 કરોડની રોકડ જપ્ત કરી છે.

ગયા વર્ષે EDએ 10,000 રૂપિયાની લાંચના કેસમાં ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે લાંચની રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. જે બાદ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન જ આલમગીરના અંગત સચિવ સંજીવ લાલનું નામ સામે આવ્યું હતું અને હવે આ રોકડ સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર પાસેથી મળી આવી હતી.

થોડા દિવસ પહેલા જ જ્યારે પીએમ મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમની રેલીના થોડા દિવસો બાદ આ કાર્યવાહી થઈ છે, જેમાં મોટી રકમની રોકડ મળી આવી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ‘ગણતરી થવા દો, આ ગણતરી 50 કરોડ સુધી પહોંચી જશે. આખી ઝારખંડ સરકાર ભ્રષ્ટાચારમાં ગરકાવ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:93 બેઠકો, 1331 ઉમેદવારો… આજે ત્રીજા તબક્કાનું મતદાન, આ દિગ્ગજોનું ભાવિ EVMમાં થશે કેદ

આ પણ વાંચો:NEET PG ની પેટર્નમાં બદલાવ, ડોક્ટરોએ કર્યો વિરોધ

આ પણ વાંચો: મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UGનું પેપર લીકના દાવાને NTAએ નકાર્યો