announced/ સાઉદી અરેબિયાએ કરી આ જાહેરાત, ભારતને થશે મોટો ફાયદો!

ભારત (india) એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવા અને વ્યાપારી હેતુ માટે, ભારતે આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારોમાં રૂપિયાના ચલણની વ્યવસ્થા સ્થાપિત કરી છે

Top Stories World
Saudi Arabia announced

Saudi Arabia announced:      ભારતના મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર સાઉદી અરેબિયાએ વેપાર સોદાને લઈને મોટો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાના નાણાપ્રધાન મોહમ્મદ અલ-જાદાને કહ્યું છે કે સાઉદી અરેબિયા યુએસ ડોલર સિવાય અન્ય કરન્સીમાં વેપાર કરવા અંગે વાટાઘાટો કરવા તૈયાર છે. સાઉદીના વિદેશ મંત્રીનું આ નિવેદન ભારત માટે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે બંને દેશોએ હાલમાં જ આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા-રિયાલમાં વેપાર શરૂ કરવાની સંભાવના પર ચર્ચા કરી હતી. આ સિવાય ભારતે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ફેબ્રુઆરી 2022માં અન્ય ગલ્ફ દેશ UAE સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા.

સાઉદી અરેબિયાના નાણામંત્રી મોહમ્મદ અલ-જદાને (Saudi Arabia announced) મંગળવારે બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે અમારો બિઝનેસ કઈ મુદ્રામાં કરવા માંગીએ છીએ તે મુદ્દા પર વાટાઘાટો કરવામાં અમને કોઈ સમસ્યા નથી. તે યુએસ ડૉલર, યુરો અથવા સાઉદી રિયાલ્સમાં હોય.તેમણે કહ્યું કે, “મને નથી લાગતું કે અમે વિશ્વભરમાં વેપારને સુધારવામાં મદદ કરે તેવા કોઈપણ મુદ્દા પર ચર્ચાને દૂર કરી રહ્યા છીએ અથવા કાઢી નાખીએ છીએ.” સાઉદી નાણા મંત્રીએ દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 દરમિયાન આ વાત કહી.

ભારતને શું ફાયદો થશે

ભારત (india) એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપવા અને વ્યાપારી હેતુ માટે, ભારતે આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારોમાં રૂપિયાના ચલણની વ્યવસ્થા સ્થાપિત કરી છે. ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલે અગાઉ પણ વેપાર દ્વારા સંબંધોમાં વિવિધતા લાવવાની વાત કરી છે. તેમણે વેપાર દ્વારા UAE સાથેના સંબંધોમાં વિવિધતા લાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક સંબંધોને વેગ આપવા માટે, વધુ રોકાણ આકર્ષિત કરવાની અને દ્વિપક્ષીય વેપારમાં વિવિધતા લાવવાની જરૂર છે. સાઉદી અરેબિયા ભારતનો મુખ્ય તેલ સપ્લાયર દેશ છે અને વેપાર સાઉદી અરેબિયાની તરફેણમાં વધુ છે.

વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયા દાયકાઓથી ડોલરમાં વેપાર કરે છે, પરંતુ ગ્લોબલાઈઝેશનના યુગમાં હવે તે (સાઉદી અરેબિયા) ચીન અને ભારત સહિતના મહત્વના વેપારી ભાગીદારો સાથે પોતાના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. સાઉદી અરેબિયા પેટ્રોડોલર સિસ્ટમનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, જેની સ્થાપના 1970 માં કરવામાં આવી હતી.

ક્રૂડ ઓઈલની નિકાસની કિંમત યુએસ ચલણમાં માત્ર પેટ્રોડોલર સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવે છે. ગયા વર્ષે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન, બંને દેશો ઊર્જા નીતિ પર સંકલન વધારવા માટે સંમત થયા હતા. આ દરમિયાન ચીની રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ મધ્ય પૂર્વથી વધુ તેલ ખરીદવાનો પ્રયાસ કરશે. જોકે, શી જિનપિંગે કહ્યું હતું કે તેઓ આ બિઝનેસ ચીનની કરન્સી યુઆનમાં કરવા માગે છે. સાઉદી અરેબિયાના નાણાપ્રધાન મોહમ્મદ અલ-જાદાને કહ્યું કે જે રીતે ચીન અને અમેરિકા સાથે અમારા ઊંડા વ્યૂહાત્મક સંબંધો છે. અમે યુરોપ અને અન્ય દેશો સાથે સમાન સંબંધ વિકસાવવા ઈચ્છીએ છીએ જે અમારી સાથે કામ કરવા ઈચ્છુક અને સક્ષમ છે.