પિતાશ્રી બ્રહ્માબાબાની ૫૩મી પુણ્યતિથિ/ ત્યાગ, તપસ્યા અને સેવાના ભેખધારી મહાન વિભૂતિ પ્રજાપિતા બ્રહમાબાબાની સ્મૃતિમાં વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો

આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના આદ્ય સંસ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માબાબાની 53મી પુણ્યતિથિને ‘વિશ્વશાંતિ દિવસ’ના રૂપમાં મનાવાયો

Top Stories Gujarat
Pitashree Brahma Baba

Pitashree Brahma Baba: આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના આદ્ય સંસ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માબાબાની 53મી પુણ્યતિથિને ‘વિશ્વશાંતિ દિવસ’ના રૂપમાં મનાવાયો. આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના 8500થી પણ વધારે સેવાકેન્દ્રોમાં આજે ૧૦ લાખ ભાઈ-બહેનો દ્વારા આજે શ્રધાંજલિ અપર્ણ કરવામાં આવી.

સમગ્ર વિશ્વના પાંચ મહાદ્વીપોમાં 137 દેશોમાં બ્રહ્માકુમારીના સેવાકેન્દ્રો પર આજે ૧૮મી જાન્યુઆરી,૨૦૨૩ બુધવારે પિતાશ્રીનો (Pitashree Brahma Baba) સ્મૃતિ દિવસ મનાવ્યો. આજે ૧૮ કલાક માટે આત્મચિંતન અને રાજ્યોગની ગહન તપસ્યાના કરી સમગ્ર વિશ્વમાં શાંતિના પ્રકંપનો ફેલાવ્યા. આ કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં એક સાથે એક જ સમયે આયોજિત કરવામાં આવ્યો હતો.

1 3 16 ત્યાગ, તપસ્યા અને સેવાના ભેખધારી મહાન વિભૂતિ પ્રજાપિતા બ્રહમાબાબાની સ્મૃતિમાં વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો

સમગ્ર ગુજરાતમાં બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્રો પર આજે વહેલી સવારે અમૃતવેળા ચાર વાગ્યાથી પ્રાર્થના સભાઓનો દોર પ્રારંભ થયો હતો. પિતાશ્રી બ્રહ્માબાબાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા સૌ બ્રહમાકુમાર ભાઈ-બહેનો એ સંપૂર્ણ મૌન રાખી યોગ સાધના કરી. પિતાશ્રીના જીવન ઝરમરની ઝાંખી કરવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પિતાશ્રી બ્રહ્માબાબાના જીવનના પ્રેરણાદાયક પ્રસંગોનું વાંચન, ચિંતન કરી રચનાત્મક વિધિ દ્વારા શ્રદ્ધાજલિ પાઠવી. આજના પ્રસંગે પરમાત્માને મહાભોગ પણ અર્પણ કરવવામાં આવેલ. કાંકરિયા સ્થિત ગુજરાતના મુખ્યાલયે પર સવારે ૨૧ સમર્પિત બ્રહમાકુમારી બહેનો અને સંધ્યા સમયે ૨૧ સમર્પિત બ્રહમાકુમાર ભાઈઓએ વિશેષ યોગ સાધના કરી દ્રઢ સંકલ્પ અર્પણ કરેલ.

આંતરરાષ્ટ્રીય મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે વ્યાપકરૂપે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા માટે વિભિન્ન દેશો માંથી 15,000 થી પણ વધુ બ્રહમાકુમાર ભાઈ-બહેનો માઉન્ટ આબુ પહોંચ્યા હતા. બ્રહ્માકુમારી સંસ્થાના ગુજરાતના મુખ્ય પ્રવક્તા બ્ર. કુ. ડૉ. કાળીદાસભાઈએ જણાવ્યું કે, 18 જાન્યુઆરી 1979ના રોજ સંસ્થાના આદ્યસંસ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માબાબાએ તેમના જીવનની સંપૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી પાર્થિવ દેહને ત્યાગ કર્યો હતો, બ્રહ્માકુમારીઝ સંસ્થા આ દિવસને સમગ્ર માનવ જાતિ માટે દિવ્યતા સંપૂર્ણ જીવન બનાવવાનો સંદેશ આપે છે.