Not Set/ અયોધ્યા કેસ/ રાજીવ ધવને, હિન્દુ મહાસભાનાં વકીલે આપેલ નકશા અને દસ્તાવેજોને કોર્ટમાં જ ફાડ્યા, ચીફ જસ્ટિસ થયા ગુસ્સે

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં બુધવારે સુનાવણીનો અંતિમ દિવસ છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ કહ્યું છે કે, આ કેસની સુનાવણી આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. બુધવારે સુનાવણી શરૂ થયા બાદ કોર્ટમાં થોડો સમય ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. હિન્દુ મહાસભાનાં વકીલે સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવનને […]

Top Stories India
ayodhya case live the supreme court turned down the demand for more time saying the hearing will be completed at 5 pm 293226 અયોધ્યા કેસ/ રાજીવ ધવને, હિન્દુ મહાસભાનાં વકીલે આપેલ નકશા અને દસ્તાવેજોને કોર્ટમાં જ ફાડ્યા, ચીફ જસ્ટિસ થયા ગુસ્સે

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં બુધવારે સુનાવણીનો અંતિમ દિવસ છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ કહ્યું છે કે, આ કેસની સુનાવણી આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. બુધવારે સુનાવણી શરૂ થયા બાદ કોર્ટમાં થોડો સમય ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. હિન્દુ મહાસભાનાં વકીલે સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવનને રામ મંદિર સાથે જોડાયેલા નકશા અને દસ્તાવેજો સોંપી દીધા, જે તેઓએ ફાડીને કોર્ટમાં ફેંકી દીધાં. જે પછી ચીફ જસ્ટિસ ઘણા ગુસ્સે થયા.

સુનાવણી દરમિયાન હિન્દુ મહાસભાનાં વકીલ વિકાસસિંહે વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવનને નકશા અને દસ્તાવેજો આપ્યા હતા અને ગુસ્સામાં તેમણે તેને ફાડી નાખ્યા હતા. જેના કારણે સીજેઆઈ રંજન ગોગોઇએ નારાજગી વ્યક્ત કરી હતી કે જો આ ફરીથી બન્યું તો તેઓ કોર્ટમાંથી ઉભા થઈને રવાના થઈ જશે. આ તરફ હિન્દુ મહાસભાનાં સલાહકારે કહ્યું કે, “હું કોર્ટનો આદર કરું છું.” મેં કોર્ટનાં અનુશાસનને તોડ્યો નથી.

મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેંચમાં ન્યાયમૂર્તિ એસ. એ. બોબડે, જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. આ કેસની સુનાવણી ચાલી રહી છે. છેલ્લા 40 દિવસથી આ મામલે દરરોજ સુનાવણી ચાલી રહી છે. કોર્ટે સુનાવણીનો અંતિમ દિવસ 16 ઓક્ટોબર નક્કી કર્યો છે. સીજેઆઈ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે આ કેસની સુનાવણી આજે (16 ઓક્ટોબર) સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. કોઈને વધુ સમય આપવામાં આવશે નહીં. મંગળવારે સીજેઆઈએ કહ્યું કે તમામ પક્ષકારોએ આ કેસ સંબંધિત દલીલો 16 ઓક્ટોબર સુધીમાં રજૂ કરવાની રહેશે. તે પછી તેઓ આ કેસ પર ચુકાદો લખી શકશે, જેમાં ચાર અઠવાડિયાનો સમય લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.