Entertainment/ મુનાવરે બીજા લગ્ન કર્યા? કોણ છે નવી દુલ્હન…

તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક ફોટાને મુનાવર ફારુકીના લગ્ન સાથે જોડવામાં આવી રહી છે. તેણે સલવાર સૂટ પહેરેલો ફોટો……..

Trending Entertainment
Image 2024 05 27T135134.752 મુનાવરે બીજા લગ્ન કર્યા? કોણ છે નવી દુલ્હન...

Entertainment: બિગ બોસ 17 ના વિજેતા સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી વિશે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. માહિતી મુજબ તેણે બીજા લગ્ન કરી લીધા છે.

મુનાવર ફારુકીના લગ્ન કંઈ એટલા ગુપ્ત રહ્યા નહીં કંઈ કોઈને પુરાવા જ ન મળે. લગ્ન અંગે તેના નજીકના સૂત્રએ આ માહિતીની પુષ્ટિ કરી છે. સૂત્રએ કહ્યું કે કોમેડિયન દરેક વાતને ગુપ્ત રાખવા માંગતો હતો અને તેથી તેણે લગ્નના કોઈ ફોટા શેર કર્યા નહોતા. લગભગ 10-12 દિવસ પહેલા યોજાયેલા ફંક્શનમાં કપલના માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. સૂત્ર અનુસાર, રિસેપ્શન પાર્ટી આઈટીસી ગ્રાન્ડ મરાઠા ખાતે યોજાઈ હતી, જો કે મુનવ્વરે આ માહિતીને સમર્થન આપ્યું નથી.

Munawar Faruqui: हिना खान को रास नहीं आई 'बिग बॉस' विनर मुनव्वर फारुकी की  तारीफ, सरेआम मार दिया ताना - Munawar Faruqui: Hina Khan cheeky comment on  bigg boss 17 winner gone viral

તો બીજી બાજુ, હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક ફોટાને મુનાવર ફારુકીના લગ્ન સાથે જોડવામાં આવી રહી છે. તેણે સલવાર સૂટ પહેરેલો ફોટો શેર કર્યો અને કહ્યું કે આ તેના ‘ફ્રેન્ડના લગ્ન’ છે. મુનવ્વર ફારૂકીના પહેલા લગ્ન 2017માં જાસ્મિન સાથે થયા હતા. જોકે, લગ્નના થોડા વર્ષો બાદ બંને અલગ થઈ ગયા હતા. તેમને એક પુત્ર પણ છે. મુનવ્વરે મોટાભાગે બિગ બોસ 17ના ઘરમાં પોતાના પુત્ર વિશે વાત કરી હતી. તેની એક્સ ગર્લફ્રેન્ડ આયેશા સિંહે શોમાં એન્ટ્રી કરીને ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ બધું હોવા છતાં મુનવ્વર આ વિવાદાસ્પદ શો જીતવામાં સફળ રહ્યો હતો.

કોણ છે મુનવર ફારૂકીની નવી દુલ્હન?

જોકે, મુનાવર ફારુકીની દુલ્હન વિશે કોઈ જાણકારી મળી નથી. માહિતી પ્રમાણે મહજબીન કોટવાલા નામની યુવતી સાથે મુનાવરે લગ્ન કર્યા છે. તે એક મેકઅપ આર્ટિસ્ટ છે. હજુ સુધી સત્તાવાર નિવ્દન સામે આવ્યું નથી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 આ પણ વાંચો: અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગનું કાર્ડ વાયરલ, લક્ઝરી ક્રુઝ પર સેલિબ્રેશન

 આ પણ વાંચો: બાળપણમાં ઘરેથી ભાગી, લગ્ન પહેલા ગર્ભવતી…હવે બિમારીથી પીડાય છે અભિનેત્રી