Not Set/ નેટફ્લિક્સ પર આવ્યું નિર્ભયા દુષ્કર્મ પર આધારિત દિલ્લી ક્રાઇમનું ટ્રેલર

મુંબઇ, દિલ્લીમાં બનેલી હિચકારી દુર્ઘટના નિર્ભયા રેપ કેસને કોઈ ભૂલી શક્યું નથી. આ કારમી ઘટના 2012માં બની હતી.  તેની પરથી નેટફ્લિક્સ પર સાત ભાગની સીરીઝ આવી રહી છે. જેને ઇન્ડો કેનેડિયન ફિલ્મ મેકર રીતી મહેતાએ ડિરેકટ કરી છે. દિલ્લી ક્રાઇમની આ સીરીઝમાં  શેફાલી શાહ, રસિકા દુગ્ગલ, રાજેશ તેલંગ, આદિલ હુસૈન, ગોપાલ દત્ત અને વિનોદ શેરાવત […]

Trending Entertainment Videos

મુંબઇ,

દિલ્લીમાં બનેલી હિચકારી દુર્ઘટના નિર્ભયા રેપ કેસને કોઈ ભૂલી શક્યું નથી. આ કારમી ઘટના 2012માં બની હતી.  તેની પરથી નેટફ્લિક્સ પર સાત ભાગની સીરીઝ આવી રહી છે. જેને ઇન્ડો કેનેડિયન ફિલ્મ મેકર રીતી મહેતાએ ડિરેકટ કરી છે.

દિલ્લી ક્રાઇમની આ સીરીઝમાં  શેફાલી શાહ, રસિકા દુગ્ગલ, રાજેશ તેલંગ, આદિલ હુસૈન, ગોપાલ દત્ત અને વિનોદ શેરાવત જોવા મળી રહ્યા છે.ઘટનાના જે દેશ અને વિદેશમાં પડઘા પડયા હતા. તેમજ આ કેસની તપાસને આ સીરીઝમાં ફિલ્માવવામાં આવી છે.

https://www.instagram.com/p/Bu24rniAoz2/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_script

દિલ્લી પોલીસ દ્વારા નિર્ભયાનો જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેના આધારે આ સીરીઝ બનાવવામાં આવી છે. જો જોઇને ફરી એક વાર તમારા રૂવાડાં ઉભા થઈ જશે. આ સીરીઝ નેટફ્લિક્સ ઉપર 22 માર્ચથી રજૂ થશે.

જુઓ ટ્રેલર