Not Set/ હાર્દિક પટેલ કોંગ્રેસનું રમકડું છે, પાટીદાર સમાજ જ તેને ચૂંટણીમાં હરાવશે: CM રૂપાણી

ગાંધીનગર, અમદાવાદમાં કોંગ્રેસ કમિટીની બેઠક યોજાઇ. બેઠકમાં રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,સોનિયા ગાંધી,મનમોહન સિંહ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા હતા. ત્યારે હાર્દિક પટેલ પણ આજે કોંગ્રેસમાં જોડાવવા જઇ રહ્યો છે. હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું: હાર્દિક પટેલ https://api.mantavyanews.in/congress-working-committee-meet-cwc-in-ahmedabad-today/ […]

Top Stories Gujarat

ગાંધીનગર,

અમદાવાદમાં કોંગ્રેસ કમિટીની બેઠક યોજાઇ. બેઠકમાં રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,સોનિયા ગાંધી,મનમોહન સિંહ સહિતના નેતાઓએ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા હતા. ત્યારે હાર્દિક પટેલ પણ આજે કોંગ્રેસમાં જોડાવવા જઇ રહ્યો છે.

હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું: હાર્દિક પટેલ

https://api.mantavyanews.in/congress-working-committee-meet-cwc-in-ahmedabad-today/

તો બીજીબાજુ હાર્દિક કોંગ્રેસ સાથે જોડતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાર્દિક કોંગ્રેસનું રમકડું છે. આજે તે ખુલ્લો પડી ગયો છે અને જનતાની સામે આવી ગયું છે.

મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ કહ્યું કે, અમે તો વર્ષોથી કહેતાં આવ્યા છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસનું જ રમકડું છે. તે કોંગ્રેસ માટે જ આંદોલન ચલાવતો હતો. તેને સમાજની કંઇ પડી જ નહોતી. હાર્દિકે વિશ્વાસઘાત કર્યો છે. પાટીદાર સમાજ જ તેને આ ચૂંટણીમાં હરાવશે.

હાર્દિક અનેકવાર મીડિયા સમક્ષ કહી ચૂક્યો છે કે, તે કોંગ્રેસમાં જોડાવવાનો નથી. મારા સમાજને અનામત મળવી જોઇએ. તેણે માત્ર પ્રજા સાથે છેતરપિંડી કરી છે. તે કોંગ્રેસમાં જોડાવવા જઇ રહ્યો છે ત્યારે તે ખુલ્લો પડી ગયો છે. તેની વાત હવે પ્રજા સામે આવી ગઇ છે.

મહત્વનું છે કે, ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજી ઐતિહાસિક દિનની ઉજવણીમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓ ખાસ બસમાં ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. ત્યારે હવે CWCની બેઠક યોજાઇ. જેમા લોકસભાની ચુંટણી 2019ને લઇને ચર્ચા કરાઇ.