@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદ સાઇબર ક્રાઇમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ તરીકે ઓળખ આપી રૂપિયાની ઠગાઇ કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી રાજકોટ પીએસઆઇ દિગ્વિજયસિંહ જાડેજા બોલું છું કહીને લોકોને મોબાઇલ પર ધમકી આપતો હતો અને ત્યારબાદ તેમના facebook, instagram તથા અન્ય વિડિયોનાં પાસવર્ડ મેળવી અને ત્યારબાદ પત્તાની ગેમનો પાસવર્ડ મેળવી તેમાંથી રૂપિયા અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ અંગેની ફરિયાદ સાઇબર ક્રાઇમને મળતા આરોપીને પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરાનાં ભાયલી રોડ નજીકથી દારૂ પીને લોકેશનનાં આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. માત્ર 23 વર્ષનો ધાર્મિક પાબારી નકલી ક્રાઈમ બ્રાન્ચ PSI બની ફોન પર લોકોને દમ મારતો હતો અને પૈસાની ઠગાઈ કરતો હતો. પરંતુ અમદાવાદ સાઇબર ક્રાઇમને ટેકનિકલ સર્વેલન્સ ના આધારે આરોપીને ઝડપી પાડયો છે અને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધો છે.
Rajkot / રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે કોરોના વેક્સિનનું 6 સ્થળોએ ઈ-લોન…
Gandhinagar / ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણા, અમિત ચાવડા અને પરેશ ધાના…
Ahmedabad: પોલીસે મહિલાને જાહેરમાં માર્યા લાફા, ઘટના કેમેરામાં થઇ કેદ…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
