Surat News/ સુરતની હોટેલમાં દંપતીનો આપઘાતનો પ્રયાસ, પત્નીનું મોત

પોલીસે અકસ્માત મોત અને આત્મહત્યાના પ્રયાસ (attempts suicide)સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Surat Breaking News
પોલીસે અકસ્માત મોત અને આત્મહત્યાના પ્રયાસ (attempts suicide) સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે

Surat News : સુરત (Surat)શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી લા મરીના હોટેલ (La Marina Hotel)માં દંપતી દ્વારા ઝેરી દવા પી લેવાની ગંભીર ઘટના સામે આવી છે. બાપા સીતારામ ચોક નજીક આવેલી હોટેલના રૂમમાં પતિ અને પત્નીએ અજાણ્યા કારણોસર ઝેરી પદાર્થનું સેવન કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે અકસ્માત મોત અને આત્મહત્યાના પ્રયાસ (attempts suicide) સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે અકસ્માત મોત અને આત્મહત્યાના પ્રયાસ (attempts suicide) સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પતિની હાલત ગંભીર હોવાથી તેની સારવાર ચાલુ છે.

પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરીને તપાસ શરૂ કરી છે. દંપતીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસ પરિવારજનોની પૂછપરછ સહિત વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે અકસ્માત મોત અને આત્મહત્યાના પ્રયાસ સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : આણંદની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

આ પણ વાંચો : પ્રેમ લગ્નનો દુઃખદ અંજામ, દીકરી સામે માતાનો આપઘાત

આ પણ વાંચો : વડોદરામાં દોસ્તીના વિરહનો કરૂણ અંત, મિત્રના મોતના આઘાતમાં બે યુવકોએ 24 કલાકમાં આપઘાત કર્યો