Gujarat Weather/ આગામી 5 દિવસ 15 જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, અપાયુંં યલો એલર્ટ

મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી હજુ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ ચાલુ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ અંગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

Top Stories Gujarat

Gujarat Weather: અસહ્ય ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ (Rainfall)ની આગાહી કરવામાં આવી છે. આજથી અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ અથવા ઝરમર વરસાદ થવાની સંભાવના છે. 16 થી 20 જૂન સુધી દરરોજ કેટલીક જગ્યાએ વાવાઝોડા સાથે વરસાદ અથવા ઝરમર વરસાદ થવાની સંભાવના છે.

મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી હજુ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ ચાલુ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ અંગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ 15 જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વીજળીના કડાકાને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે 16 જૂને રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે 16 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા અને પવનની ગતિ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

17 જૂને હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 18મી જૂને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, નવસાદ જિલ્લામાં અને 19 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસશે, ગરમીનો પારો પણ વધશે

આ પણ વાંચો:ગુજરાત રાજ્યમાં આજે વરસાદી ઝાપટું પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આ પણ વાંચો:બરફ જેવા નાના આકારનાં કરાનું વિજ્ઞાન જાણો