Gujarat Weather/ ગુજરાત રાજ્યમાં આજે વરસાદી ઝાપટું પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. 

Top Stories Gujarat

Gujarat Weather: આજે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકતા અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદી વાતાવરણ રહ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

આજે 6 જૂને મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, આણંદ, મહિસાગ, પંચમહાલ, દાહોદ, વડોદરા, તાપી, ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર, વલસાડ, ભાવનગરમાં વરસાદી ઝાપટું પડવાની શક્યતા છે. વધુ વરસાદનાં કારણે જળસ્ત્રોતોમાં પાણીનો પ્રવાહ વધવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળવાની વધુ શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, અહીં ધોધમાર વર્ષા થશે

આ પણ વાંચો:આગામી 2 દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના

આ પણ વાંચો:પાણીમાં સ્ટ્રેચર, બુલડોઝર પર લોકો, નદીઓમાં પૂર… પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે, 10 ફોટા