IND Vs NZ/ ભારતે ન્યૂઝીલેન્ડને બીજી T20માં હરાવ્યું, હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં સતત ચોથી જીત

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

Top Stories Sports
ભારતે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ માઉન્ટ માઉંગાનુઈ ખાતે રમાઈ હતી. ભારતે આ મેચ 65 રને જીતી લીધી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચનો હીરો સૂર્યકુમાર યાદવ હતો જેણે સદી ફટકારી હતી અને બોલિંગમાં દીપક હુડ્ડાએ 4 વિકેટ લઈને અજાયબી કરી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતને પાવરપ્લેમાં જ પહેલો ફટકો લાગ્યો હતો. આ મેચમાં ભારત તરફથી રિષભ પંત અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ મેચમાં રિષભ પંતે ફરી નિરાશ કર્યો. આ મેચમાં તેણે 13 બોલમાં 46.15ની સ્ટ્રાઈક રેટથી માત્ર 6 રન બનાવ્યા હતા. ભારતને પહેલો ફટકો 36ના સ્કોર પર લાગ્યો હતો. આ પછી સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને ભારતની ઇનિંગ્સને સંભાળી હતી. જો કે આ મેચમાં ભરત ઈશાન માત્ર 36 રન જ રમી શક્યો હતો. એક તરફ આ મેચમાં સૂર્યકુમાર યાદવ અડગ રહ્યો હતો. તેણે માત્ર 51 બોલમાં 217.65ની સ્ટ્રાઈક રેટથી 111 રન બનાવ્યા.

આ પણ વાંચો:ગુજરાતમાં ભાજપની રેલીઓ, કોંગ્રેસ કરી રહી છે ચૂપચાપ પ્રચાર, જાણો – AAPની પણ

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા 7 નેતાઓને

આ પણ વાંચો:ફૂટબોલના સ્ટાર ખેલાડીઓ રોનાલ્ડો-મેસીની ચેસ રમતી તસવીર