Gujarat Election/ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા 7 નેતાઓને ભાજપે કર્યા સસ્પેન્ડ

પહેલા તબક્કામાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા હર્ષદભાઇ વસાવા,અરિવદ ભીઇ લાડાણી,છત્રસિંહ ગુજારિયા,કેતનભાઇ પટેલ ,ભરતભાઇ ચાવડા,ઉદયભાઇ શાહ,કરણભાઇ બારૈયાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

પ્રદેશ ભાજપના 7 નેતાઓ પક્ષમાંથી સસ્પેન્ડ
અપક્ષ ઉમેદવારી નોધાવતા ભાજપમાંથી સસ્પેન્ડ
સસ્પેન્ડ કરાયેલ ઉમેદવારો પ્રથમ તબક્કાના
તાકીદની અસરથી સસ્પેન્ડ કરવા ભાજપનો નિર્ણય
નર્મદાના નાંદોદથી હર્ષદ વસાવા સસ્પેન્ડ
જૂનાગઢના કેશોદથી અરવિંદ લાડાણી સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના ધાંગધ્રાથી છત્રસિંહ ગુંજારિયા સસ્પેન્ડ
વલસાડના પારડીથી કેતન પટેલ સસ્પેન્ડ
રાજકોટ ગ્રામ્યથી ભરત ચાવડા સસ્પેન્ડ
ગીર સોમનાથના વેરાવળથી ઉદય શાહ સસ્પેન્ડ
અમરેલીના રાજુલાથી કરણ બારૈયા સસ્પેન્ડ

 

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો બાકિ છે ત્યારે ભાજપે જે  દાવેદાર ઉમેદવારોને ટિકિટ ન ફાળવી હતી તેવા ઉમેદાવારો પક્ષથી નારાજ હતા તેથી  આ પ્રથમ તબક્કાના આ ઉમેદવારોએ અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. જેના લીધે ભાજપે ગેરશિસ્ત ગણીને  તેમને સત્વરે સસ્પેન્ડ કર્યા છે.ભાજપ અધ્યક્ષ  સીઆર પાટિલે આ પત્ર જાહેર કર્યો હતો.

પહેલા તબક્કામાં અપક્ષ ઉમેદવારી નોંધાવતા હર્ષદભાઇ વસાવા,અરિવદ ભીઇ લાડાણી,છત્રસિંહ ગુજારિયા,કેતનભાઇ પટેલ ,ભરતભાઇ ચાવડા,ઉદયભાઇ શાહ,કરણભાઇ બારૈયાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.