FIFA WORLD CUP/ ફૂટબોલના સ્ટાર ખેલાડીઓ રોનાલ્ડો-મેસીની ચેસ રમતી તસવીર વાયરલ

FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2022 20 નવેમ્બર એટલે કે રવિવારથી શરૂ થઈ રહ્યો છે. રંગારંગ ઉદઘાટન સમારોહ વચ્ચે વર્લ્ડ કપની શરૂઆત થશે, તમામ 32 ટીમો કતાર પહોંચી ગઈ છે

Top Stories Gujarat Assembly Election 2022 Sports

FIFA ફૂટબોલ વર્લ્ડ કપ 2022 20 નવેમ્બર એટલે કે રવિવારથી શરૂ થઈ રહ્યો છે. રંગારંગ ઉદઘાટન સમારોહ વચ્ચે વર્લ્ડ કપની શરૂઆત થશે, તમામ 32 ટીમો કતાર પહોંચી ગઈ છે. વર્લ્ડ કપના એક દિવસ પહેલા જ એક તસવીર આખી દુનિયામાં વાયરલ થઈ છે કારણ કે તે ખૂબ જ ખાસ છે. આ તસવીરમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી ચેસ રમતા જોવા મળ્યા.

પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના લિયોનેલ મેસીની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીઓમાં થાય છે. બંને અનુભવી છે અને માનવામાં આવે છે કે આ બંનેનો આ છેલ્લો વર્લ્ડ કપ છે. આવી સ્થિતિમાં, વર્લ્ડ કપ પહેલા એક ખાસ ફોટોશૂટ થયું છે, જેમાં બંને સાથે જોવા મળ્યા છે.

https://www.instagram.com/p/ClJqW1ZtmIl/?utm_source=ig_embed&ig_rid=4b7f59af-f022-42b5-9431-9497c8e743a3

 

લૂઈસ વિટન દ્વારા પ્રાયોજિત આ ફોટોશૂટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી સાથે ચેસ રમતા જોવા મળ્યા હતા. બંનેએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને આ તસવીરો પર કરોડો લાઈક્સ આવી. આટલું જ નહીં, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ કોમેન્ટર્સમાં સામેલ હતા.

આ તસવીર શેર કરતી વખતે બંને ખેલાડીઓએ એક જ કેપ્શન લખ્યું હતું, જેમાં સંદેશ હતો કે જીત માત્ર મનની સ્થિતિ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોસ્ટ કરેલી તસવીરને 24 કલાકમાં લગભગ 30 મિલિયન લાઈક્સ મળી છે, જ્યારે લિયોનેલ મેસીની પોસ્ટને પણ 25 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે.

ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ રોનાલ્ડોની પોસ્ટ પર કોમેન્ટ કરી અને શું તસવીર છે. કોહલીની આ કોમેન્ટને હજારો લોકોએ લાઈક પણ કરી હતી. જે દર્શાવે છે કે આ તસવીર કેટલી ખાસ છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ ઘણી વખત કહ્યું છે કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેના ફેવરિટ એથ્લેટ્સમાંથી એક છે.