નવી દિલ્હી,
દેશભરમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને લઇ ગુરુવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.
Supreme Court fixes January 29 as the next date of hearing https://t.co/AIQ6k0g20U
— ANI (@ANI) January 10, 2019
આ સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા બંધારણીય બેંચ અને જસ્ટિસ યૂ યૂ લલિત પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, ત્યારબાદ હવે આ સુનાવણી આગામી ૨૯ જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.
Hearing in #Ayodhya matter adjourned after Justice UU Lalit recused himself from hearing the case. A new bench to be constituted pic.twitter.com/m4AEcHJSTq
— ANI (@ANI) January 10, 2019
બીજી બાજુ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ પાંચ જજોની બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ યૂ યૂ લલિત બહાર થઇ ગયા છે, ત્યારબાદ હવે નવી ખંડપીઠનું ગઠન કરવામાં આવશે.
આ પહેલા કોર્ટ દ્વારા જણાવાયું હતું કે, આજે હિયરીંગ થશે નહિ, પરંતુ આગામી સુનાવણી માટેની સમયસીમા નક્કી કરવામાં આવશે.
#AyodhyaHearing: Supreme Court says no hearing today, only date and schedule to be decided https://t.co/QyT2zA1wFa
— ANI (@ANI) January 10, 2019
રાજીવ ધવને બંધારણીય બેંચ અને જસ્ટિસ યૂ યૂ લલિત પર ઉઠાવ્યા સવાલો
ગુરુવારે આ ચર્ચા દરમિયાન વકીલ રાજીવ ધવને કહ્યું, “પાંચ જજોની બેન્ચમાં શામેલ જસ્ટિસ યૂ યૂ લલિત વર્ષ ૧૯૯૪માં કલ્યાણ સિંહ તરફથી કોર્ટમાં રજૂ થયા હતા”.
આ ઉપરાંત બંધારણીય બેંચ અંગે જણાવતા તેઓએ જણાવ્યું, “આ મામલો પહેલા ૩ જજોની ખંડપીઠ પાસે હતો પરંતુ અચાનક જ ૫ જજોની બેંચની સામે ગયો છે, જેને લઈ કોઈ કાયદાકીય આદેશ જાહેર કરવામાં આવ્યો નથી.
જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “બંધારણીય બેંચનું ગઠન કરવાનો ચીફ જસ્ટિસને અધિકાર છે.
જાણો, શું છે અયોધ્યાનો ટાઈટલ શૂટનો આ વિવાદ ?

દેશના સૌથી ચર્ચિત એવા અયોધ્યાની વિવાદિત ભૂમિ અંગે વર્ષ ૧૯૫૦માં ગોપાલ સિંહ વિશારદે અલ્હાબાદ હાઈકોર્ટમાં અયોધ્યાના મુદ્દા પર પીટીશન દાખલ કરી હતી.
ત્યારબાદ આ અરજીમાં આ વિવાદિત સ્થળ પર હિંદુ રીતિ રીવાજ સાથે પૂજા કરવા માટેની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી હતી.
વર્ષ ૧૯૫૯માં નિર્મોહી અખાડા દ્વારા આ વિવાદિત ભૂમિ પર નિયંત્રણ લાવવા માટેની માંગ કરી હતી.
નિર્મોહી અખાડાની જેમ જ મુસ્લિમ સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા પણ આ વિવાદિત જમીન અંગે કોર્ટમાં પોતાનો દાવો ઠોકયો હતો.

ત્યારબાદ અયોધ્યાની આ વિવાદિત ભૂમિને વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ત્રણ ભાગોમાં વહેંચી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અયોધ્યાની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને ભગવાન રામલલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ એમ ત્રણ ભાગોમાં વહેચવા માટે આદેશ આપ્યો હતો.
જો કે અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદા બાદ પણ કોઈ પણ પક્ષ રાજી થયું ન હતું અને ત્યારબાદ આ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

૯ મે, ૨૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પણ રોક લગાવી દીધી હતી.
ત્યારબાદ ૭ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ ૧૯૯૪ના કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે ઇન્કાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૨:૧ની બહુમતીથી પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, આ મામલાની સુનાવણી પુરાવાઓના આધારે જ હાથ ધરાશે.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે ૨.૭૭ એકરની વિવાદિત ભૂમિ અંગેની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળી દેવામાં આવી છે.
