Not Set/ ભૂજમાં આઈટી વિભાગના દરોડા, 1.95 કરોડની કરચોરી ઝડપી

ભૂજ, ભૂજમાં ગઈકાલથી આઈટી વિભાગ સક્રિય થયું છે. આઈટી વિભાગે આરટીઓ વિસ્તાર સ્થિત બે પેઢીમાં દરોડા પાડ્યા હતા અને 1.95 કરોડની કરચોરી ઝડપી હતી અને બીજી એક કંપનીમાંથી 75 લાખની કરચોરી ઝડપી હતી. આ સાથે આઈટી વિભાગે જુદી જુદી પેઢી પર રેડ પાડી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આઈટી વિભાગ મોટી પેઢીઓમાં તપાસ કરતા […]

Gujarat Trending

ભૂજ,

ભૂજમાં ગઈકાલથી આઈટી વિભાગ સક્રિય થયું છે. આઈટી વિભાગે આરટીઓ વિસ્તાર સ્થિત બે પેઢીમાં દરોડા પાડ્યા હતા અને 1.95 કરોડની કરચોરી ઝડપી હતી અને બીજી એક કંપનીમાંથી 75 લાખની કરચોરી ઝડપી હતી. આ સાથે આઈટી વિભાગે જુદી જુદી પેઢી પર રેડ પાડી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આઈટી વિભાગ મોટી પેઢીઓમાં તપાસ કરતા અને કરચોરી ઝડપી પાડ્તા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે.

મળતી વિગતો મુજબ, ભુજની ભાગોળે આરટીઓ શોપિંગ સેન્ટરમાં આવેલી બે પેઢીઓ પર આયકર વિભાગે હાથ ધરેલાં સર્વે અંતર્ગત કુલ 1.95 કરોડની કરચોરીનો પર્દાફાશ થયો છે.

ગાંધીધામ રેન્જ આઈટી દ્વારા ગઈકાલે બપોરે સતિષ મિનરલ્સ અને શ્રી શક્તિ કન્સ્ટ્રક્શન નામની પેઢીઓ પર સર્વે હાથ ધરાયો હતો. ગાંધીધામ આયકર વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ શ્રી શક્તિ કન્સ્ટ્રક્શનમાંથી 1 કરોડ 20 લાખ અને સતિષ મિનરલ્સમાંથી 75 લાખની કરચોરી ઝડપી પાડવામાં આવી છે.

સર્વેની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. બીનહિસાબી આવક-જાવકના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસના અંતે બંને પેઢીમાંથી આ કરચોરી ઝડપાઈ છે.આઇટી ના દરોડામાં કરચોરી ઝડપાવાથી કરચોરો માં ફફડાટ ફેલાયો છે.