અમદાવાદ/ ગૃહમંત્રી અમિત શાહે આપેલી 4 સ્માર્ટ સ્કૂલો પૈકી આ શાળા છે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદને આપેલી ભેટ ચાર સરકારી સ્માર્ટ શાળામાની એક થલતેજની ‘અનુપમ સ્માર્ટ શાળા નંબર 2’ અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે અને ત્યાં વિધાર્થીઓ મેળવે છે ગમ્મત સાથે જ્ઞાન

Ahmedabad Gujarat
ગૃહમંત્રી અમિત શાહે

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ”થલતેજ પ્રાથમિક અનુપમ સ્માર્ટ શાળા ‘નંબર 2 તૈયાર કરવામમાં આવી હતી.જેનું ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસ પહેલા જ ઈ -લોકાર્પણ કરીને અમદવાદને એક અનોખી ભેટ આપી છે.

અમદાવાદમાં કુલ 4 સ્માર્ટ શાળા પૈકીની એક અનુપમ સ્માર્ટ શાળા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ સ્માર્ટ શાળામાં વિજ્ઞાન પ્રયોગ શાળા, રોબોટિક લેબ, ફ્યુચર ક્લાસ રૂમ, લોકરની સુવિધા બાળકોને રમવા માટે મોટું મેદાન અને મેદાનમાં લપસણી, હીંચકા જેવા રમત ગમતના સાધનો આપવામાં આવ્યા છે.  જેથી બાળકોને મનોરંજન પણ મળી રહે.

આ સિવાય વિકલાંગ બાળકો માટે અલગ પાથ આપવામાં આવ્યો છે. જ્યાંથી તેઓ સ્કુલમાં જઈ શકે. આ સિવાય પીવાનું ઠંડુ પાણી અને જમવા માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે.જેમાં સ્કુલના બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. શાળાના દરેક રૂમની અંદર સ્માર્ટ ટીવી લાગેલા છે. તે સાથે સીસીટીવી કેમેરા પણ લાગેલા છે.

પ્રિન્સિપાલની ચેમ્બરમાં એક સીસીટીવીની સિસ્ટમ લાગેલી છે.જ્યાંથી તેઓ દરેક ક્લાસ રૂમનું મોનીટરીંગ કરી શકે.આ શાળાના પ્રિન્સિપાલ ચિરાગભાઈ જોશીને ગઈકાલે ‘ શિક્ષક દિન’ નિમિતે રાજ્યપાલના વરદ હસ્તે રાજ્ય કક્ષાએ બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો છે.આ સ્માર્ટ સ્કૂલોમાં બાળકોને ટેક્નોલોજી દ્વારા ભણાવવામાં આવે છે.જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય અને તેમનું ભવિષ્ય ઉજ્વળ બને.

આ પણ વાંચો:દેશની પ્રથમ નોઝલ વેક્સિનને મંજૂર, ભારત બાયોટેકને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

આ પણ વાંચો:યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું : વિશ્વનાથસિંહ વાઘેલા

આ પણ વાંચો:વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અંબાજી મહામેળામાં દર્શનની અલાયદી વ્યવસ્થા

આ પણ વાંચો: કેનેડામાં બનાવશે ‘ટ્રેન’ જે વિમાન કરતા ઝડપી હશે, 1000 કિમીની સ્પીડ તો પણ સસ્તી થશે, જાણો બધુ