Not Set/ રાપર નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ, કોના માથે લહેરાયો તાજ…

રાપર નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ, કોના માથે લહેરાયો તાજ…

Gujarat Others

@કૌશિક છાયા, કચ્છ 

કચ્છમાં આજે રાપર નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે પ્રમુખ તરીકે અમૃતબેન વાવીયા,ઉપ પ્રમુખ તરીકે મહેશ્વરીબા સોઢા વિજેતા જાહેર થયા હતા, ભાજપના ઉમેદવાર ને 15 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવારને 12 મતો મળ્યા હતા.

તાજેતરમાં રાપર નગરપાલિકાના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ બદલાયા બાદ પ્રમુખ મહેશ્વરીબા ભીખુભા સોઢાને સુકાન સોંપાયું હતું જોકે તેઓએ અને ઉપ પ્રમુખ પ્રવિણભાઈ દયારામ ઠક્કરે રાજીનામું આપી દેતાં રાપર નગરપાલિકાના પદાધિકારીઓની જગ્યા ખાલી પડી હતી જેથી આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે ભચાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા અને ચીફ ઓફિસર મેહૂલ જોધપુરા ની ઉપસ્થિતિમાં ચુંટણી યોજાઈ હતી.

જેમાં રાપર નગરપાલિકા ના પ્રમુખ તરીકે અમૃતબેન વાલજીભાઈ વાવીયા, ઉપ પ્રમુખ તરીકે મહેશ્વરી બા ભીખુભા સોઢા, કારોબારી ચેરમેન તરીકે કાનીબેન રામજીભાઈ પિરાણા,શાશક પક્ષના નેતા પદે હેતલ બેન નિલેશ ભાઈ માલીની વરણી કરવામાં આવી હતી. ભાજપ તરફ થી પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવાર ને પંદર મત મળ્યા હતા.

જ્યારે કોગ્રેસ તરફ થી પ્રમુખ પદ માટે ભચીબેન બાંભણીયા અને ઉપ પ્રમુખ તરીકે અજય વાવીયાએ ફોર્મ ભર્યા હતા જેમાં બન્ને ઉમેદવારો ને બાર મતો મળ્યા હતા ખાસ વાત તો એ છે કે,રાપર નગરપાલિકા મા પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન અને શાશક પક્ષના નેતા એમ ચારેય મહત્વ ના હોદ્દાઓ પર મહિલાઓ ની વરણી કરવામાં આવી છે નોંધનીય છે કે,ભાજપના ઉમેદવાર ની સામે બળવો કરનારા તેર સદસ્યોએ કોગ્રેસ ના ટેકા થી પ્રમુખ તરીકે મહેશ્વરીબા સોઢા અને ઉપ પ્રમુખ તરીકે પ્રવિણભાઈ ઠક્કરને વિજેતા બનાવ્યા હતા.

ભાજપના સતાવાર ઉમેદવાર અમરતબેન વાવીયાનો પરાજય થયો હતો જેના લીધે તમામ તેર સદસ્યને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે સસ્પેન્ડ કરાયા હતા આજની ચૂંટણી બાદ ભાજપનો શિરસ્તો જળવાયેલો રહ્યો છે..આ ચૂંટણીને લઈને લોકોમાં પણ તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે.

Covid-19 / એક જ શાળાની 11 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, વાલીઓમાં ચિંતાન…

Weather / હવામાન વિભાગની આગાહી, આગામી સમયમાં ગુજરાતમાં પડી શકે માવઠું…

Profit / કોરોના કટોકટીમાં પણ HDFC બેંકે કમાવ્યો ચોખ્ખો કરોડો રૂપિયાનો…

કૃષિ આંદોલન / શું 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ નીકળશે ? SCએ દિલ્હી પોલીસને…

froud / કાબુલના રહેવાસીએ અહીંથી લીધી LICની પોલીસી, વીમાની રસીદ જોઈને…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…