૨૦૦૮ માં નિર્મિત થયેલી બોલીવુડ ફિલ્મ “જાને તું યા જાને ના” ગીતની પંચ લાઈન ‘પપ્પુ કાંટ ડાન્સ સાલા’ આજે ખુબ ચર્ચામાં જોવા મળી રહી છે. આ પંચ લાઈનમાંથી પપ્પુ શબ્દ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચુંટણીના રાજકીય વર્તુળોમાં ખુબ ચર્ચાઈ રહ્યો છે. હવે આ નામથી ભારતીય જનતા પાર્ટી હવે તેમના પ્રચાર-પ્રસારમાં ખુબ ઉપયોગ કરી રહી છે.
હકીકતમાં, ભારતીય જનતા પાર્ટીએ ચુંટણીના પ્રચાર માટે જાહેરાતોમાં આ શબ્દનો ઉપયોગ કરીને વિરોધી પાર્ટી કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યા હતા. “પપ્પુ” નામના શબ્દ પર રાજકારણમાં ગરમાવો વધતા ચુંટણી પંચે આ શબ્દનો ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ ત્યારબાદ ચુંટણી પંચે આ શબ્દની જગ્યાએ “યુવરાજ” શબ્દ ઉપયોગ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે.
મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીએ તેમના ફેસબુક પેજ પર એક જાહેરાતમાં આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. અને આ જાહેરાતમાં પપ્પુ શબ્દથી ખાસ કરીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા હતા.
