Ahmedabad News/ અમદાવાદના નિકોલ સ્થિત ખાઉધરા પોઈન્ટના સાંભારમાંથી ‘વંદો’ નીકળ્યો

ગ્રાહકે તાત્કાલિક મ્યુનિસિપલ ફૂડ વિભાગને ફરિયાદ કરી

Gujarat Ahmedabad

Ahmedabad News : રેસ્ટોરન્ટમાં ફૂડમાંથી જીવજંતુ નીકળવાના બનાવો અવારનવાર બનતા હોય છે. આવા જ એક બનાવમાં અમદાવાદના નિકોલ વિસ્તારમાંઆવેલી “ખાઉધરા પોઈન્ટ” માં બન્યો હતો. જેમાં એક ગ્રાહકે ઓર્ડર કરેલા  સંભારમાંથી વંદો નીકળતા ભારે હોબાળો મચ્યો હતો આ ઘટના ગત 17 ઓગસ્ટની સાંજે બની હતી. એક ગ્રાહકે આ ખાઉધરા પોઈન્ટ પરથી ભોજનનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ભોજન પીરસવામાં આવ્યું અને ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેને સંભારમાં કંઈક અજુગતું લાગ્યું.નજીકથી જોતા જાણવા મળ્યું કે તે જીવજંતુ બીજું કોઈ નહીં, પણ એક વંદો હતો.

આ દૃશ્ય જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો અને તેણે તાત્કાલિક આ ઘટનાનો વિડીયો બનાવ્યો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ગ્રાહકે તાત્કાલિક આ બાબતે રેસ્ટોરન્ટ સંચાલકોને ફરિયાદ કરી. પરંતુ, આશ્ચર્યજનક રીતે, રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. તેમણે ગ્રાહકને શાંત પાડવાનો અને વિવાદ ટાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગ્રાહક પોતાની વાત પર અડગ રહ્યો. ન્યાય મેળવવા માટે અને અન્ય ગ્રાહકો સાથે આવું ન થાય તે માટે ગ્રાહકે તાત્કાલિક મ્યુનિસિપલ ફૂડ વિભાગને ફરિયાદ કરી છે.

આ ફરિયાદ બાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગ દ્વારા આ ખાઉધરા પોઈન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે શહેરમાં ખોરાકની સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું કડક પાલન થવું અત્યંત જરૂરી છે. રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સને સ્વચ્છતા જાળવવા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે નિયમિત નિરીક્ષણ અને કડક પગલાં લેવા જોઈએ. આશા રાખીએ કે આ કિસ્સા બાદ તંત્ર જાગે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાવી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેવમોર આઇસક્રીમમાંથી નીકળી ગરોળીની પૂંછડી

આ પણ વાંચો:આઈસ્ક્રીમના રસિયાઓ જરા ચેતજો…!કોન માંથી નીકળી ગરોળીની પૂંછડી

આ પણ વાંચો:અમદાવાદમાં હવે અથાણામાંથી નીકળી ગરોળી